SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શરણાગત તુજ પદપંકજની, સેવના મુજ મન લાગી, લીલા લહેર દે નિજ પદવી, તુમ સમ કો નહીં ત્યાગી. હમારી. ૨ વામાનંદન ચંદનની પરે, જે છે મહા સૌભાગી, જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન ધરતા, ભવ ભવ ભાવઠ ભાંગી. હમારી અખીયન હરખન લાગી. ૩ = (૧૯) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન H તારી મૂરતિનું નહીં મૂલ રે, લાગે મને પ્યારી રે; તારી આંખડીએ મન મોહ્યું રે, જાઉં બલિહારી રે; ત્રણ ભુવનનું તત્ત્વ લહીને, નિર્મલ તુંહી નિપાયો રે, જગ સઘળો નિરખીને જોતાં તાહરી હોડે કો નહિ આયો રે લાગે) ૧ ત્રિભુવનતિલક સમોવડ તાહરી, સુંદર સૂરતિ દીસે રે, કોડી કંદર્પ સમ રૂ૫ નિહાળી, સુરનરનાં મન હસે રે. લાગે૨ જ્યોતિ સ્વરૂપી તું જિન દીઠો, તેહને ન ગમે બીજા કાંઈ રે; જિહાં જઈએ ત્યાં પૂરણ સઘણે, દીસે તુંહી જ તુંહી રે. લાગે૦ ૩ તુજ મુખ જોવાની રઢ લાગી, તેહને ન ગમે ઘરનો ધંધો રે; આળપંપાળ સવિઅળગી મૂકી, તુજ શું માંડ્યો પ્રતિબંધો રે લાગે. ૪ ભવસાગરમાં ભમતાં ભમતાં, પ્રભુ પાસનો પામ્યો આરો રે ? ઉદયરત્ન કહે બાંહ્ય ગ્રહીને, સેવક પાર ઉતારો રે. લાગે. ૫ (૨૦) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન 5 પ્રણમું પદ પંકજ પાસના, જસ વાસના અગમ અનૂપ રે; મોહ્યો મન મધુકર નેહથી, પામે તસ શુદ્ધ સ્વરૂ૫ રે. ૧ પંક કલંક શંકા નહિ, નહિ ખેદાદિક દુઃખ દોષ રે, ત્રિવિધ અવંચક યોગથી, લહે અધ્યાતમ રસ પોષ રે. ૨ દુર્દશા રે દૂર કરી, ભજે મુદિતા મૈત્રી ભાવ રે; વરતે નિજ ચિત્ત માધ્યસ્થતા, કરુણામય શુદ્ધ સ્વભાવ રે. ૩ ૨ ૨ ૬
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy