________________
સ્તવન વિભાગ
ભવ પટણ· ચિહું દિશ ચારે ગતિ, ચોરાશી લખ ચૌટા, ક્રોધ માન માયા લોભાદિક, ચોવટીઆ અતિ ખોટા. મો૦ ૨ અનાદિ નિગોદ તે બંદિખાનું, તૃષ્ણા તોપે રાખ્યો; સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક આંકયો. મો૦ ૩ મિથ્યા મહેતો કુમતિ પુરોહિત, મદન સેનાને જોરે; લાંચ લહી લખ લોક સંતાપે, મોહ કંદર્પને જો૨ે. મો૦ ૪ ભવ સ્થિતિ કર્મ વિવર નાઠો, પુન્ય ઉદય પણ વાધ્યો; સ્થાવર વિકલેંદ્રિયપણું ઓળંગી, પંચેંદ્રિયપણું લાધ્યો. મો૦ ૫ માનવભવઆરજકુળ સદ્ગુરુ, વિમળ બોધ મલ્યો મુજને; ક્રોધાદિક એ શત્રુવિનાશી, તેણે ઓળખાવ્યો તુજને. મો૦ ૬ પાટણ માંહે પરમ દયાળુ, જગત વિભૂષણ ભેટ્યા; સત્તરબાણું શુભ પરિણામે, કર્મ કઠિન બળ મેટ્યા. મો૦ ૭ સકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું; ખીમાવિજય જિન ચરણ રમણસુખ, રાજ પોતાનું લીધું. મો૦ ૮
(૧૫) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન પૂર્વ
પ્રભુ જગજીવન જગબંધુ રે-સાંઈ સયાણો રે, તારી મુદ્રાએ મન મોહ્યું રે, જૂઠ ન જાણો રે. આંતરો. તું પરમાતમ ! તું પરૂષોત્તમ ! તું પરબ્રહ્મ સ્વરૂપી; સિદ્ધિ સાધક સિદ્ધાંત સનાતન, તું ત્રય ભાવ પ્રરૂપી રે. સાંઈ ૧. તાહરી પ્રભુતા ત્રિહું જગમાંહે, પણ મુજ પ્રભુતા મોટી; તુજ સરીખો માહરે મહારાજા, માહરે કાંયે નહીં ખોટ રે. સાંઈ૦ ૨. તું નિર્દવ્ય પરમપદવાસી, હું તો દ્રવ્યનો ભોગી; તું નિર્ગુણ હું તો ગણધારી, હું કરમી તું અભોગી રે. સાંઈ૦ ૩. તું તો અરૂપી ને હું રૂપી, હું રાગી ને તું નિરાગી; તું નિરવિષ હું તો વિષધારી, હું સંગ્રહી તું ત્યાગી રે. સાંઈ૦ ૪. તાહરે રાજ નથી કોઈ એકે, ચૌદ રાજ છે માહરે; માહરી લીલા આગળ જોતાં, અધિકું શું છે તાહરે ? રે. સાંઈ ૫. પણ તું મ્હોટો ને હું છોટો, ફોગટ ફૂલ્યે શું થાય ?; ખમજો
૨૨૩