________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા એ અપરાધ અમારો, ભકિતવશે કહેવાય રે. સાંઈ૦ ૬. શ્રી શંખેશ્વર વામાનંદન, ઉભા ઓલગ કીજે; રૂપ વિબુધનો મોહન પભણે, ચરણની સેવા દીજે રે. સાંઈ૭. = (૧૬) શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન 5
(રાગ-કડખાની દેશી). સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા, વિશ્વ વિખ્યાત એકાત્ત આવો; જગતના નાથ મુજ હાથ ઝાલી કરી, આજ કિમ કાજમાં વાર લાવો. સાર૦ ૧ હૃદય મુજ રંજણો શત્રુ દુઃખ ભંજણો, ઈષ્ટ પરમિષ્ટ મોહે તુંહી સાચો; ખલક ખિજમત કરે વિપત્તિ સમે ખિણ ભરે;
નવિ રહે તાસ અભિલાષ કાચો. સાર૦ ૨ યાદવા રણજણે રામ કેશવ રણે, જામ લાગી જરા નિંદ સોતી; સ્વામી શંખેશ્વરા ચરણ જલ પામીને, યાદવાની જરા જાય રોતી.
સા૨૦ ૩ આજ જિનરાજ ઉંઘેકિડ્યું આ સમે, જાગ મહારાજ! સેવક પનોતા; સુબુદ્ધિ મધે ટલે ઘુતે દોલત હરે, વીર હાકે રિપુવૅદ રોતાં.
સાર૦ ૪ દાસ છું જન્મનો પૂરિયે કામના, ધ્યાનથી માસ દશ દોય વીત્યા. વિકટ સંકટ હરો નિકટ નયણાં કરો, તો અમે શત્રુ નૃપતિકે જીત્યા.
સાર૦ ૫ કાલમુખે અશન શીત કાલે વસમ, શ્રમ સુખાસન રણે ઉદક દાઈ; સુગુણ નર સાંભરે વીસરે નહિ કદા, પાસજી તું સદા છે સુખાઈ.
સાર૦ ૬ માત તું તાત તું ભ્રાત તું દેવ તું, દેવ દુનિયામાં દુજો ન વહાલો; શ્રી શુભવીર જગ જીત ડંકો કરે, નાથજી નેક નયણે નિહાલો.
સાર૦ ૭.
૨ ૨૪