SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ પાર્શ્વનાથ જિન સ્તવન ૬ (૧૦) શ્રી સમય સમય સો વાર સંભારૂં, તુજશું લગની જોર રે; મોહન મુજરો માની લીજે, જ્યું જલધર પ્રીતિ મોર રે. સ૦ ૧ માહરે તન ધન જીવન તુંહી, એહમાં જૂઠ ન માનો રે; અંતરજામી જગજન નેતા, તું કીહાં નથી છાનો રે. સ૦ ૨ જેણે તુજને હિયડે નવિ ધ્યાયો, તાસ જનમ કુણ લેખે રે; કાચે રાચે તે નર મૂરખ, રતનને દૂર ઊવેખરે. સ૦ ૩ સુરતરુ છાયા મૂકી ગહરી, બાઉલ તળે કુણ બેસે રે; તાહરી ઓલગ લાગે મીઠી, કીમ છોડાય વિશેષરે. સ૦ ૪ વામાનંદનપાસ પ્રભુજી, અરજી ચિત્તમાં આણો રે; રૂપવિબુધનો મોહન પભણે, નિજ સેવક કરી જાણો રે. સ૦ ૫ Ř (૧૧) શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ જિન સ્તવન પરમાતમ ! પરમેસરૂ ! જગદીશ્વર ! જિનરાજ, જગબંધવ ! જગભાણ ! બલિહારી તુમ તણી, ભવ જલધિમાંહિ જહાજ. ૧. તારક વારક મોહનો, ધારક નિજ ગુણ ઋદ્ધિ; અતિશયવંત ભદંત રૂપાળી શિવવધૂ, પરણી લહી નિજ સિદ્ધિ. ૨. જ્ઞાન દર્શન અનંત છે, વળી તુજ ચરણ અનંત; એમ દાનાદિ અનંત ક્ષાયિક ભાવે થયાં, ગુણ તે અનંતા અનંત. ૩. બત્રીશ વર્ણ સમાય છે, એક જ શ્લોક મોઝાર; એક વરણ પ્રભુ ! તુજ ન માયે જગતમાં, કેમ કરી થુણીએ ઉદાર ? ૪. તુજ ગુણ કોણ ગણી શકે ? જો પણ કેવળ હોય; આવિર્ભાવથી તુજ સયલ ગુણ માહરે, પ્રચ્છન્ન ભાવથી જોય. ૫. શ્રી પંચાસરા પાસજી !, અરજ કરૂં એક તુજ; આવિર્ભાવથી થાય દયાલ ! કૃપાનિધિ ! કરૂણા કીજેજી મુજ. ૬. શ્રી જિન ઉત્તમ તાહરી, આશા અધિક મહારાજ ! પદ્મવિજય કહે એમ લહું શિવનગરીનું, અક્ષય અવિચલ રાજ. ૭. ૨૨૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy