________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
T
પૂરવે, બની આવે સઘળું રાગે રે. શ્રી. ૯. માહરે બનનારું તે બન્યું જ છે, હું તો લોકને વાત શીખાવું રે; વાચક જસ કહે સાહિબા, એ ગીતે તુમ ગુણ ગાવું રે. શ્રી૧૦.
SF (૮) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન HI
પ્યારો પ્યારો રે હો વાલા મારા પાસ નિણંદ મને પ્યારો; તારો તારો રે હો વાલા મારા ભવના દુઃખડાં વારો; કાશીદેશ વાણારસી નગરી, અશ્વસેન કુલ સોહીએ રે, પાસ જિગંદા વામાનંદા મારા વહાલા; દેખત જન મન મોહીએ રે. પ્યારો પ્યારો રે. ૧. છપ્પન દિગકુમરી મીલી આવે. પ્રભુજીને ફુલરાવે રે; થેઈ થઈ નાચ કરે મારા વાલા; હરખે જિન ગુણ ગાવે. પ્યારો પ્યારો રે૨. કમઠ હઠ ગાળ્યો પ્રભુ પાર્થે, બળતો ઉગાર્યો ફણીનાગ રે; દીઓ સાર નવકાર નાગકું, ધરણેન્દ્ર પદ પાયો. પ્યારો. ૩. દીક્ષા લઈ પ્રભુ કેવળ પાયો, સમવસરણે સુહાયો રે; દીએ મધુરધ્વનિ દેશના પ્રભુ, ચૌમુખ ધર્મ સુહાયો. પ્યારો. ૪ કર્મ ખપાવી શિવપુર જાવે, અજરામર પદ પાવે રે; જ્ઞાન અમૃત રસ ફરસે મારા વાલા, જ્યોતિસે જ્યોત મિલાવે. પ્યારો પ્યારો રે૦ ૫.
SF (૯) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન રાતા જેવાં ફૂલડાંને, શામળ જેવો રંગ; આજ તારી આંગીનો કાંઈ રૂડો બન્યો રંગ, પ્યારા પાસજી હો લાલ; દીનદયાળ મુને નયણે નિહાલ. ૧. જોગીવાડે જાગતો ને, માતો ધિંગડમલ, શામળો સોહામણો કાંઈ, જીત્યા આઠે મલ. પ્યારા, ૨. તું છે મારો સાહિબો ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની કાંઈ, સાંભળી અરદાસ. પ્યારા ૩. દેવ સઘળા દીઠા તેમાં, એક તું અવલ, લાખેણું છે લટકું તાહરૂ, દેખી રીઝે દિલ. પ્યારા ૪. કોઈ નમે પીરને ને, કોઈ નમે રામ, ઉદયરત્ન કહે પ્રભુ મારે તુમશું કામ. પ્યારા. ૫
૨ ૨૦