________________
સ્તવન વિભાગ લવણ ઉતારી ભાવીયેજી, કૃત્રિમ ધર્મનો ત્યાગ; મંગલ દીવો અતિ ભલોજી, શુદ્ધ ઘર્મ પરભાગ. સુહં. ૧૩ ગીત નૃત્ય વાજિંત્રનોજી, નાદ અનાહત સાર; શમ-રતિ રમણી જે કરે છે, તે સાચો થઈકાર. સુહ૦ ૧૪ ભાવપૂજા એમ સાચવીજી, સત્ય બજાવો રે ઘંટ; ત્રિભુવન માંહે તે વિસ્તરેજી, ટાલે કર્મનો કંટ. સુહં. ૧૫ એણીપરે ભાવના ભાવંતાજી, સાહેબ ! જસ સુપ્રસન્ન; જનમ સફલ જગ તેહનોજી, તેહ પુરુષ ધન ધન્ન. સુહ૦ ૧૬ પરમપુરુષ ! પ્રભુ ! સામળાજી, ! માનો એ મુજ સેવ; દૂર કરો ભવ આમળાજી, વાચકજશ કહે દેવ ! સુહં. ૧૭
SF (૭) શ્રી પાર્શ્વનાથ જિનસ્તવન HI શ્રી ચિન્તામણી પાર્શ્વજી, વાત સુણો એક મોરી રે, મારા મનના મનોરથ પૂરજો, હું તો ભકિત ન છોડું તોરી રે. શ્રી. ૧. માહરી ખિદમતમાં ખામી નહિ, તાહરે ખોટ ન કાંઈ ખજાનેરે, હવે દેવાની શી ઢીલ છે ? કહેવું તે કહીએ છાને રે. શ્રી. ૨. તે ઉરણ સવિ પૃથ્વી કરી, ધન વરસી વરસીદાને રે; માહરી વેળા શું એહવા, દીઓ વાંછિત વાળો વાન રે. શ્રી. ૩. હું તો કેડ નહિ છોડું તાહરી, લીધા વિણ શિવસુખ સ્વામી રે; મૂરખ તે ઓછે માનશે, ચિન્તામણિ કરયલ પામી રે. શ્રી. ૪. મત કહેશ્યો તુજ કર્મે નથી, કર્મે છે તો તું પામ્યો રે; મુજ સરીખા કીધા મોટકા, કહો તેણે કાંઈ તૂજ થામ્યો રે ? શ્રી પ. કાલસ્વભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસી રે; મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબલ વિશ્વાસો રે. શ્રી. દ. અમે ભકતે મુકિતને ખેંચશું, જિમ લોહને ચમક પાષાણો રે, તુણ્ડ હેજે હસીને દેખશો, કહેશો સેવક છે સપરાણો રે. શ્રી. ૭. ભકિત આરાધ્યાં ફળ દીએ, ચિન્તામણિ પણ પાષાણે રે; વળી અધિકું કાંઈ કહાવશો, એ ભદ્રક ભકિત તે જાણો રે. શ્રી. ૮. બાળક તે જિમ તિમ બોલતો, કરે લાડ તાતને આગે રે; તે તેહશું વાંછિત
૨૧૯