________________
અહંદ-ગણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
F (૬) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન HI
(રાગ-મન મોહન જિનજી મીઠી તાહરી વાણ) પૂજાવિધિ માટે ભાવિએજી, અંતરંગ જે ભાવ; તે સવિ તુજ આગલ કહુંજી સાહેબ ! સરલ સ્વભાવ.
સુહંકર ! અવધારો પ્રભુ પાસ ! ૧ દાતણ કરતાં ભાવિયેજી, પ્રભુ ગુણ જલ મુખ શુદ્ધ; ઉલ ઉતારી પ્રમત્તતાજી, હો મુજ નિર્મલ બુદ્ધ. સુહ૦ ૨ જતનાએ સ્નાન કરી જીએજી, કાઢો મેલ મિથ્યાત; અંગુઠો અંગ શોષવીજી, જાણું છું અવદાત. સુહo ૩ ક્ષીરોદકનાં ધોતિયાજી, ચિંતવો ચિત્ત સંતોષ; અષ્ટકર્મ સંવર ભલોજી, આઠ પડો મુખકોષ. સુહ૦ ૪ ઓરસીએ એકાગ્રતાજી, કેસર ભકિતકલ્લોલ; શ્રદ્ધા ચંદન ચિંતવોજી, ધ્યાન ઘોલ રંગરોલ. સુહ૦ ૫ ભાલ વહું આણા ભલીજી, તિલક તણો તેહ ભાવ; જે આભરણ ઉતારીયેજી, તે ઉતારો પરભાવ. સુહ૦ ૬ જે નિર્માલ્ય ઉતારીયેજી, તે તો ચિત્ત ઉપાધિ; પખાલ કરતાં ચિંતવોજી, નિર્મલ ચિત્ત સમાધિ, સુહં ૭ અંગલુહણ બે ધર્મનાજી, આત્મસ્વભાવ જે અંગ; જે આભરણ પહેરાવીયેજી, તે સ્વભાવ નિજ ચંગ. સુહ૦ ૮ જે નવવાડ વિશુદ્ધતાજી, તે પૂજા નવ અંગ, પંચાચાર વિશુદ્ધતાજી, તેહ ફૂલ પચરંગ. સુહં. ૯ દીવો કરતાં ચિંતવોજી, જ્ઞાનદીપક સુપ્રકાશ; નય ચિંતા વૃત પૂરિયુંજી, તત્ત્વ પાત્ર સુવિલાસ. સુહ૦ ૧૦ ધૂપ રૂપ અતિ કાયંતાજી, કૃષ્ણાગરુનો જોગ; શુદ્ધ વાસના મહમજી, તે તો અનુભવ યોગ. સુહ૦ ૧૧ મદ સ્થાનક અડ છાંડવાજી, તેહ અષ્ટ મંગલિક, જે નૈવેદ્ય નિવેદીયેજી, તે મન નિશ્ચલ ટેક. સુહં. ૧૨
૨૧૮