________________
સ્તવન વિભાગ લાખ ચોરાશી જીવાયોનિ, દ્વારા ભમ્યો, તે માંહે મનુષ્ય જન્મ, અતિ દુક્કરો. ૧ તે પણ પુરવ પુન્ય, પ્રભાવે અનુભવ્યો, તો પણ દેવગુરુ, ધર્મ. નવ ઓળખ્યો; શું થાશે પ્રભુ મુજ, તુજ કરૂણા વિના, રઝળ્યો રાંકની પરે, પામ્યો વિટંબના. ૨ ન દીધું શુદ્ધ દાન, સુપાત્રે ભાવથી, ન પાદું વળી શીયલ, વટંબિયો કામથી; તપ તપ્યો નહીં કોઈ, આતમને કારણે, શું ઝાંખું કહું નાથ, જાવું નરક બારણે. ૩ કીધાં જે મેં કુકર્મ, જો તે વિવરી કહું, તો લાગે બહુ વાર, ભજન કયારે કરું; પૂર્વ વિરાધક ભાવથી, ભાવના ઉલ્લસે, ચારિત્ર ડોળ્યું નાથ, કરમ મોહની વશે. ૪ ક્ષણ ક્ષણમાં બહુ વાર, પરિણામની ભિન્નતા, તે જાણો છો મહારાજ, મારી વિકલ્પના; નહીં ગુણનો લવ લેશ, જગત ગુણી કહે, તે સુણી મારું મન હરખે, અતિગહગહે. ૫ માગું દીન દયાળ, ચરણતણી સેવના, હોજો ધર્મની વૃદ્ધિ, ભવોભવ ભાવના; તુજ દરિશન, દેવ માહરે અતિ ભલું, પૂરણ પુણ્ય પસાથે, કલ્પવૃક્ષ ફલ્યું. ૬
૬ (૨) શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન 5 પાર્થપ્રભુ શંખેશ્વરા શંખેશ્વરા, મુજ દરિસણ વેગે દીજે રે, તુજ દરિસણ મુજ વાલ હો, જાણે અહોનિશ સેવા કીજે રે. પા૦ ૧ રાત દિવસ સુતા જાગતા, મુજ હૈયે ધ્યાન તમારું; જીભે જપે તુજ નામને, તવ ઉલસે હૈયું મારું રે. પા૦ ૨
૨ ૧૫