SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા દેવ દીયે જો પાંખડી, તો આવું તુમ હજુર; મુજ મન કેરી વાતડી, કાંઈ દુઃખડા કીજે દૂર રે. પા૦ ૩ તું પ્રભુ આતમ માહરો, પ્રાણ જીવન મુજ દેવ; સંકટચૂરણ તું સદા, મુજ મહેર કરો નિત્યમેવ રે. પા૦ ૪ કમળ સુરજ જેમ પ્રીતડી, જેમ પ્રીતિ બપૈયા મેહ દૂર થકી તમે રાખજો, મુજ ઉપર અધિકો સ્નેહ રે. પા૫ સેવકની આ વિનતિ, અવધારી સુનજરે કીજે; લબ્દિવિજય કવિ પ્રેમને, મુજ અવિચળ સુખડા દીજે રે. પા૦ ૬ E (૩) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન 5. સદા આનંદ નયન મેરે, ભેટીઆ ભગવાન રે; પાર્થ સ્થંભણ ભુવનમંડણ, તીર્થ તિલક સમાન રે. સદા. ૧ સપ્ત ફણમણિ મુગટ મંડિત, તેજ ઝાકમાલ રે; કાંતિ મરકત રત્ન સરિખી, મૂર્તિ અતિ સુકમાળ રે. સદા૦ ૨ કૃષ્ણપણ મોહ તિમિર હઠાવે, એહ અચરિજ ઠાણ રે; વીતરાગ છે તુંહી જનનો, ચિત્ત રંજણ આણ રે. સદા૦ ૩ અશ્વસેનનરિંદનંદન, જાસ વામા માત રે; પરમ જયોતિ સ્વરૂપ પ્રગટે, ગુણ અનંત વિખ્યાત રે. સદા. ૪ તુંહી અવર્ણ વર્ણ સર્વનો, ધ્યાનભેદે હોય રે, તુંહી જ ગુણધામી રામી, લેહ અવર ન કોય રે. સદા૫ પરમપુરુષ પુર્હુત પ્રણમતા, પ્રબલ પુન્ય પસાય રે; જ્ઞાનવિમલ નિણંદ સેવા, ભવજલે લહીએ નાવ રે. સદા ૬ ક (૪) શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુ સ્તવન કા તારા નયના રે પ્યાલા પ્રેમના ભર્યા છે, દયા રસના ભર્યા છે; અમી છાંટના ભર્યા છે. તારા જે કઈ તારી નજરે ચઢી આવે, કારજ તેના તે સફળ કર્યા છે; તારા૦ ૧ ૨૧૬
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy