________________
સ્તવન વિભાગ
યાદવજી. ૨. કાચેતિ માંડે સુરમણિ છાંડે કુણરે યાદવજી, લઈ સાકર મૂકી કુણવળી ચૂકી લુણરે યાદવજી. ૩. મુજ મન ન સુહાવે, તુજ વિણ બીજો દેવરે યાદવજી, હું અહિનેશ ચાહું તુજ પય પંકજ સેવરે યાદવજી. ૪. સુર નંદન હેવા ગજ જિમ રહેવા સંગરે યાદવજી, જીમ પંકજ ભૂંગા શંકર ગંગા રંગરે યાદવજી. ૫. જીમ ચંદ ચકોરા મોહા મેરા પ્રીતિરે યાદવજી, તુજમાં હું ચાહું તુજ ગુણને યોગે ખ્યાતિ રે યાદવજી. ૬. મેં તુમને ધાર્યા વિસાર્યા નહિ જાયરે યાદવજી, દિનરાતે ભાતે ધ્યાવું તો સુખ થાયરે યાદવજી. ૭. દિલ કરૂણા આણો જો તુમ જાણો રાગ રે યાદવજી, દાખો એક વેળા ભવજલ કેરા તાગ રે યાદવજી. ૮. દુઃખ લિઓ મલિઓ આપે મુજ જગનાથરે યાદવજી, સમતા રસ ભરીયો ગુણનો દિરયો શિવ સાથરે યાદવજી. ૯. તુજ મુખડું દીઠે દુ:ખ તુઠે સુખ હોય રે યાદવજી, વાચક યશ બોલે નહિ તુજ તોલે કોય રે. યાદવજી. ૧૦.
(૧૪) શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન
પ્રભુ નેમ ગયા ગિરનાર છોડી સંસારને, તજ્યા માત પિતા પરિવારકે જાણી અસારને; પ્રભુ તમે છો પ્રાણ આધાર જગતના લોકને, મારા જીવનના આધાર ટાળો મુજ શોકને. ૧. પ્રભુ છોડી રાજુલનાર તોરણથી પાછા વળ્યા, કરી પશુઓને ઉપકાર પોતે ગિરિવર ચડ્યા, હવે લોકાંતિક જે દેવ આવી આદર કરી, વરસાવો વરસીદાન પ્રભુજી કૃપા કરી. ૨. ત્રણશે અઠયાસી ક્રોડ લાખ એંશી વલી, દીયે સોનૈયાનું શ્રાન પ્રભુજી અતુલબલી; હવે દીક્ષા લેવા કાજ પ્રભુજી સંચરે. સહસાવન કરે નિવાસ રૈવતગિરિ ઉપરે. ૩. પ્રભુ સિદ્ધને કરી પ્રણામ સામાયિક ઉચ્ચરે, કરવા ઘાતિ કર્મને દૂર ભયંકર તપ કરે; દિન ચોપન સુધી નેમ પ્રભુજીએ તપ કર્યો, દિન પંચાવનમેં જ્ઞાન કેવલ સિદ્ધ વર્યા. ૪. પ્રભુ તારી રાજુલનાર પોતાની જાણીને, પછી વરીયા શ્રી જિનરાય મોક્ષ પટરાણી, પ્રભુ મુકિત વિજય મહારાજ હૃદયમાં સ્થાપજો, તુમ ચરણ કમલની સેવા નિરંતર આપજો. ૫.
૨૧૩