________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા યોજનભૂમિ જગતગુરુ, ઉચ્ચરે અમૃત વાણી જી; ભવોદધિ શોષણ ભયહરે, જેહના ગુણ ગાવે છેદ્રાણી જી. એમ૭ વિધિ હરણ નિત્ય વાંદીએ, રાણી રાજમતિ ભરથારો જી; દુઃખ દારિદ્ર દૂરે હરે, ઉતારો ભવપારો જી. નેમ, ૮ એમ મહીમંડળ વિચરતા, અનેક જીવ ઉદ્ધાર્યા છે; સાથે બહુ પરિવારણું, મુકિત મહેલે પધાર્યા છે. નેમ૦ ૯ સંવત સતર અગીયારોત્તરે, આસો બીજ અજવાલીજી; કહે જિનદાસ યાત્રા કીજે, નેમ હસી દીઓ તાલી જી. એમ. ૧૦ F (૧૨) શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન ,
(રાગ-માલકોસ) નેમિ નિરંજન નાથ હમારો, અંજન વર્ણ શરીર, પણ અજ્ઞાન તિમિરને ટાળે, જીત્યો મન્મથ વીર; પ્રણમો પ્રેમ ધરીને પાય, પામો પરમાનંદા, યદુકુલ ચંદા રાય, માતા શિવાદે નંદા. પ્રણમો૦ ૧ રાજીમતિશું પુરવ ભવની, પ્રીત ભલી પેરે પાળી, પાણિગ્રહણ સંકેત આવી, તોરણથી રથ વાળી. પ્રણમો૦ ૨ અબલા સાથે નેહ ન કીધો, તે પણ ધન્ય કહાણી; એક રસે બિહું પ્રીતિ થઈ તો, કીર્તિ ક્રોડ ગવાણી. પ્રણમો૩ ચંદન પરિમલ જીમ જીમ ખીલે, વૃત એક રૂપ નવિ અલગ, ઈમ જે પ્રીત નિવાહે અહોનિશિ, તે ધન ગણશું વલગા. પ્રણમો. ૪ એમ એકાંગી જે નર કરશે, તે વિશાયર તરશે; જ્ઞાનવિમલ લીલા તે લહેશે, શિવસુંદરી તસ વરશે. પ્રણમો૦ ૫
= (૧૩) શ્રી નેમિનાથ પ્રભુનું સ્તવન તુજ દરિસન દીઠું અમૃત મીઠું લાગે રે યાદવજી, ખિણ ખિણ મુજ તુજશું ઘર્મ સ્નેહો જાગેરે યાદવજી, ૧. તું દાતા ત્રાતા ભ્રાતા માતા તાતરે યાદવજી, તુજ ગુણના મોટા જગમાં અવદાતરે
૨૧ ૨