________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જિહાં નિજ એક અવગાહન હોય, તીહાં રહે સિદ્ધ અનંતા જોય, કોઈને રોધ ન કરે કોય, નિજ નિજ સત્તા નિજ પાસે હવંત, કોઈની સત્તા રે કઈમાં ન ભળે અનંત નિશ્વય નયથી રે, આતમ ક્ષેમ રહંત. નેમ૦ ૧૫.
વ્યવહારે રહીયા લોપંત, દંપતિ એમ થયા સુખવંત, પ્રભુજી ગાયા રે સાગર અગની ગજમંદ, સંવત જાણો રે કાર્તિક વદી સુખકંદ, પોશાળ પાળે રે પાટણ રહી શિવાનંદ. નેમ) ૧૬.
સાતમ દિન સુરજ સુત વાર, જિનજી ઉત્તમ ગીણગણધાર, બ્રહ્મચારી માંહે શીરદાર, તેહના વંદુ રે લળી લળી હું પાય. શિવપદ માંગુ રે ફરી ફરી બીછાય, પ્રેમે ગાયા રે પદ્મવિજય જિનરાય. નેમ પ્રભુત્વ ૧૭.
SF (૧૦) શ્રી નેમિનાથજીનું સ્તવન F રાજુલ ઉભી મેડીએ, જંપે જોડીને હાથ; કામણગારા કંથજી, ઓરણ આવોને નાથ,
અરજ સુણો નેમનાથજી. ૧ મુખ મટકાનું તાહરૂં, અણીયારા લોચન; મોહનગારી મૂરતિ, મોહ્યું મારું મન.
અરજ સુણો નેમનાથજી. ૨ વહાલા કેમ રહ્યા વેગળા, તોરણ ઉભા આપ; પૂર્વ પૂજે મેલ્યો, આવો આજ બનાવ.
અરજ સુણો નેમનાથજી. ૩ એવે સહુ પશુએ મલી, કીધો સઘળો શોર; છોડાવી પાછા વળ્યા, રાજુલ ચિત્તડું મ ચોર.
અરજ સુણો નેમનાથજી. ૪ સહસાવનમાંહે જઈ, સહસ પુરુષ સંગાથ; સર્વે નારી વિરતિ મલી, આપણ સરખી જાત.
અરજ સુણો નેમનાથજી. ૫
૨ ૧O