________________
સ્તવન વિભાગ
સુરનર નારી જસ ગુણ ગાય, જસ કીર્તિ કાંઈ કહી નવ જાય, ધન્ય અતિ જીવ જશોમતિ થાય, મતિપ્રભ મંત્રીશ જીવ વિમળબોધરાય, તેણે ભવ વાંઘા રે શાશ્વત ચૈત્ય ઉદ્દામ, બહુ વળી પરણ્યા રે, વિદ્યાધરી રૂપ નિધાન. નેમ૦ ૮.
જશ ગણધર નામે ભાઈ, ઉપજ્યા હવે શ્રીષેણ જ તાય, દીક્ષા લઈને કેવળી થાય, તાતની પાસે રે, થયા પાંચે મુનિરાય, ચારિત્ર પાળે રે, આઠે પ્રવચન માય, સંખમુનિ સાધે રે, વીશસ્થાનક સુખદાય. નેમ૦ ૯.
કરે નિકાચીત જિનપદ નામ, અણસણ આદરે સૌ તેણે ઠમ, પાદોપનઃમે ગુણકામ, અપરાજીતે ૨ે, આયુ સાગર બત્રીશ, અનુત્તરે હુઆ હૈ દેવ સદા સુજગીશ, ત્યાંથી આવ્યા રે સુણ યાદવના આધાર. નેમ૦ ૧૦.
ઈણેભવ અભિધા નેમકુમાર, રાજેમતિ નામે એ નાર, ક્ષીણ ભોગ હુઆ ઈણ સંસાર, તેણે નવ પરણ્યા રે, વળીઆ તોરણથી એમ, રાજુલ વિનવે, નવભવનો ધરી પ્રેમ, સહુ ડિબોહ્યા રે, ગણધર પદ લહ્યા ક્ષેમ. નેમ૦ ૧૧.
પ્રેમે દુઃખીઆ હુવે સંસાર, પ્રેમે ઘેલા હવે નરનાર, પ્રેમે વિલુવ્યા રે, માનવી કરે ઝંપાપાત, અગ્નિમાં પેસે રે, મોર સાપ ને જળઘાત, ગળે દીયે ફાંસો રે, તેમની કહીં કરૂં વાત. નેમ૦ ૧૨.
સાંભળી બુઝ્યા કેઈ નરનાર, રાજુલ લીધા મહાવ્રત ચાર, પામી કેવળજ્ઞાન ઉદાર, પ્રભુજી પહેલા પોતી મોક્ષ મોજાર, પ્રભુ વિચરંતા રે આવ્યા શ્રી ગિરનાર, મુનિવરવૃંદે રે પરવર્યા જગત આધાર. નેમ૦ ૧૩.
પાંચશે છત્રીશ મુનિ પરિવાર, રૂંધી યોગ અનેક પ્રકાર, સ્વયં એક ઉર્ધ્વ ગતિ ચાર, સિદ્ધિ વરીઆ રે છોડી સકળ જંજાળ, સહજાનંદી રે સાદિ અનંત તીયાં સાર, નિજગુણ ભોગી રે આત્મશકિત અન્નુઆળ નેમ૦ ૧૪.
૨૦૯