________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
વનપાલકને બહુદામ, સાથે સેના લઈ અભિરામ, પ્રભુજી પેખીરે પંચાભિગમ પ્રકાર, વંદના કીધી રે, માને સફળ અવતાર, દેશના કીધી રે, પ્રભુજીએ ભવિ ઉપગાર. નેમ૦ ૧.
કૃષ્ણજી પૂછે પ્રભુજીને એમ, રાજુલને તમ ઉપર પ્રેમ, અરિહા નેમજી બોલે એમ, નવભવ કેરી રે વાત સુણોને કહાન, ધરે ભવ ધારો રે, ધન્ય ધનમતિ અભિધાન, સમકિત સારૂ રે, પામ્યા મોક્ષ નિદાન. નેમ૦ ૨.
ધનદત્ત ભાઈ બીજો ધનદેવ, સમ્યગ્ કરતાં સંજમ સેવ, સહુએ ઉપન્યા સોહમદેવ, સહુજન પ્રિતે રે, સુખ ભોગવે સુરસાલ, યાત્રા કરતાં રે, શાશ્વત ચૈત્ય વિશાળ, વિચરતાં વંદે રે, જિનવર પરમ દયાળ. નેમ૦ ૩.
વિદ્યાધર હવે ચિત્રગતિરાય, તેહની રાણી રત્નવંતી થાય, મનતિ ચપળગતિ દોયગતિ ભાઈ, ત્રીજા ભવમાં રે સુજશ કેવળીની પાસ, સમકિત પામ્યા રે, દીક્ષા દામધર સકાસ, ચારિત્ર પાળી રે, ઉપન્યા માહેન્દ્ર સુરવાસ. નેમ૦ ૪.
હવે પંચમ ભવ ઉપન્યા તેહ, અજિતકુમાર નામે ગુણગેહ, પ્રીતિમતી તસ રાણી જેહ, તેણે ભવ કીધો રે, બહુ જનને ઉપગાર, પૃથ્વી ભમતા રે, મળીઆ કેવલી અણગાર, મિત્રને સાથે રે, પ્રણમ્યા ભકિત ઉદાર. નેમ૦ ૫.
કેવળી કહે તું સકિતવંત, ભરતમાં બાવીશમો અરિહંત, વિમળબોધ ગણધર એ તંત, સુર-સોમ નામે રે ભાઈ તે પણ ગણધર, સાંભળી પામ્યા રે મનમાં હર્ષ અપાર, અનુક્રમે બોધ્યા રે, લીધો સંજમ ભાર. નેમ૦ ૬.
સંજમ પાળી નિરતિચાર, આરણ દેવલોકમાં અવતાર, પાંચે જણામાં પ્રીતિ અપાર, લીધો ત્યાંથી ૨ શ્રીમતિ કૂખે અવતાર, હત્થીણાઉરે જે નામે શંખ કુમાર, તેજ બાળ રૂપે રે, શિશ સુરજ અનુકાર. નેમ૦ ૭.
૨૦૮