________________
સ્તવન વિભાગ
વિ. સીધો;
એમ કહી પ્રભુ હાથે તપ લીધો, પોતાનો કારજ પકડ્યો એણે શિવ સીધો. શા૦ લા૦ ૫
ચોપન દિન પ્રભુજીએ તપ કરીયો, પણ પન્ને કેવલ વર વરીયો પણ સત્ત છત્તીશું શિવ વરીયો. શા૦ લા૦ ૬ એમ ત્રણ કલ્યાણક ગિરનારે, પામ્યા જે જિન ઉત્તમતારે; જસ પાદ પદ્મ તસ સીર ધારે. શા૦ લા૦ ૭
(૭) શ્રી નેમિનાથ જિન સ્તવન
નંદા થઈ શિવનંદા નેમજી જન્મ્યા ભકિત કરી હુલરાવે, હો નેમ ! ઘુઘરી રે તારી ધમઘમ ગાજે, રાજા થઈ રાજા રાજ દીપાવે, પાંચ વરસના થાશે હો. નેમ૦ ૧
ઉગ્રસેન રાય ઘરે વિવાહ થાશે, જાદવ જાન લઈ આવશે હો. નેમ ફોજ દેખીને સામૈયું ટહુકે, હરિ કૃષ્ણ હૈયડામાં હરખે. હો. નેમ૦ ૨
ગોખે તે બેઠી રાજુલ નીરખે, માથે સોનેરી ઝરખે હો; નેમ નેમજી સાલાને તેડીને પૂછે, તમ ઘર કેવો આચાર હો. નેમ૦ ૩
આજ રાતે રે બેની રાજુલ પરણે, પશુડાંનો કરશું પકવાન હો, નેમ તોરણ આવી રથ પાછા વળીયા, ઉગ્રસેન આડા ફરીયા હો. નેમ૦ ૪
છપ્પન ક્રોડ જાદવ પરણીને વળીયા, નેમજી વગર પરણે વળીયા, હો નેમ૦ આઠ ભવ નેમજી ભેગા ચાલ્યા, નવમે ભવે મૂકી જાશે હો. નેમ૦ ૫
નેમજીનો ઘોડો ગિરનાર ચડ્યો, રાજુલ શિયલ વ્રત ઢળીયો, હો નેમ૦ રૂપચંદ કહે નાથ નિરંજન, આપો વરસીદાન હો. નેમ ! ઘુઘરી રે તારી ૬.
૨૦૫