________________
સ્તવન વિભાગ
કરમ ફલ પાયા; ઈણ દુ:ખસે નાહીં મુકાયા, ઈણ૦ મેં૦ ૪. નરભવ ચિંતામણિ પાયા, તબ ચાર ચોર મીલ આયા, મુજે ચૌટેમેં લૂંટ ખાયા, અબ સાર કરો જિનરાયા, કિસ કારણ દેર લગાયા. કિસ૦ મેં૦ ૫. જિણે અંતરગતમેં લાયા, પ્રભુ નૈમિ નિરંજન ધ્યાયા, દુઃખ સંકટ વિઘન હટાયા, ને પરમાનંદ પદ પાયા, ફિર સંસારે નહિ આયા. ફિર૦ મેં૦ ૬. મેં દૂર દેશસેં આયા, પ્રભુ ચરણે શીષ નમાયા, મેં અરજ કરી સુખદાયા, તુમે અવધારો મહારાયા, એમ વીરવિજય ગુણ ગાયા. એમ૦ મેં૦ ૭.
× (૪) શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન પૂર્વ સહસાવન જઈ વસીયે, ચાલોને સખી સહસાવન જઈ વસીએ. ઘરનો ધંધો કબુઅ ન પૂરો, જો કરીએ અહોનિશિ એ; પીયરમાં સુખ ડિય ન દીઠું, ભય કારણ ચશિએ. ચાલો૦ ૧ નાથ વિહુણા સયલ કુટુંબી, લજ્જા કિમિ ન પસીએ; ભેગા જમીએ ને નજર ન હિંસે, રહેવું ઘોર તમસીએ. ચાલો૦ ૨ પિયર પાછળ છળ કરી મેલ્યું, સાસરીએ સુખ વસીએ; સાસુડી તે ઘર ઘર ભટકે, લોકને ચટકે ડસીએ. ચાલો૦ ૩ કહેતા સાચું આવે હાંસું, ભુશીએ મુખ લેઈ મશીએ; કંત અમારો બાળો ભોળો, જાણે ન અસિ મિસ કસીએ. ચાલો ૪ જુઠા બોલી કલહણ શીલા, ઘર ઘર જૂની જ્યું મસીએ; એ દુઃખ દેખી હઈડું મુંઝે, દુર્જનથી દૂર ખસીયે. ચાલો૦ ૫ રૈવતગિરિનું ધ્યાન ન ધર્યું, કાળ ગયો હસમસીયે; શ્રી ગિરનારે ત્રણ કલ્યાણક, નેમિ નમન ઉલ્લુસીએ. ચાલો૦ ૬ શિવ વરશે ચોવીશ જિનેશ્વર, અનાગત ચઉવીસીએ; કૈલાસ ઉજ્જયંત રૈવત કહીએ, શરણગિરિને ફરસીએ. ચાલો૦ ૭ ગિરનાર નંદભદ્ર એ નામે, આરે આરે છ બ્રવીશીએ; દેખી મહીતલ મહિમા મોટો, પ્રભુ ગુણ જ્ઞાન વરસીયે. ચાલો૦ ૮ અનુભવ રંગ વધે તેમ પૂજો, કેશર ઘસી ઓરસીએ; ભાવસ્તવ સૂત કેવળ પ્રગટે, શ્રી શુભવીર વિલસીએ. ચાલો૦ ૯
૨૦૩