________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જગતારક પદવી લહી, તાર્યા સહિ હો અપરાધી અપાર; તાત! કહો મોહે તરતાં, કિમ કીની હો ઈણ અવસર વાર?
પરમા૦ ૩ મોહ મહામદ છાકથી, હું છકિયો હો નવિ સુદ્ધિ લગાર; ઉચિત સહિ ઈણે અવસરે, સેવકની હો કરવી સંભાળ.
પરમા૦ ૪ મોહ ગયે જો તારશો, તિણ વેલા હો કહાં ઉપગાર? સુખવેળા સજ્જન ઘણાં, દુઃખ વેળા વિરલા સંસાર.
પરમા૦ ૫ પણ તુમ દરિશણ યોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ; અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કર્મ નિરાશ.
- પરમા૦ ૬ કર્મકલંક નિવારીને, નિજ રૂપે હો રમે રમતા રામ; લહત અપૂરવ ભાવથી, ઈણ રીતે હો તુમ પદ વિશરામ.
પરમા૦ ૭ ત્રિકરણ-યોગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ! ચિદાનંદ મનમેં સદા, તુમે આપો હો પ્રભુ! નાણદિણંદ
પરમા૦ ૮ ન (૩) શ્રી નેમિનાથ જિન સ્તવન 5. મેં આજ દરિસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા. પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુલ આયા, કર્મો કે ફંદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા, જીને તોડી જગતની માયા. જીને, મેં૦ ૧ રેવતગિરી મંડન રાયા, કલ્યાણક તીન સોહાયા, દીક્ષા કેવલ શિવરાયા, જગતારક બિરૂદ ધરાયા, તુમ બેઠે ધ્યાન લગાયા. તુમ૦ ૨. અબ સુનો ત્રિભુવન રાયા. મેં કર્મો કે વશ આયા, મેં ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંત પાયા, તે ગીનતી નહિ ગણાયા. તે ગીન, મેં૦ ૩. મેં ગર્ભવાસમેં આયા, ઊંધે મસ્તક લટકાયા, આહાર અરસ વિરસ ભુકતાયા, એમ અશુભ
૨૦૨