________________
સ્તવન વિભાગ
લલના, જિનપદ ભોગ સંયોગ મિલાપ વિમુકિતનો લલના, ઈમ બહિરંતર શત્રુ નમાવી નમિજિને લલના, દાખ્યો રિપુજય ભેદ તે જાણ્યો ભવિજને લલના. ૫. ધર્મદ્ધિવિધ ઈમ સંઘ ચતુર્વિધ સાંભળે લલના, ભદ્ર દર્શન કેઈ દેશ સર્વ વીર તે લલના, જેમ તુમે જીત્યારે તેમ જીતાવો માહરા લલના, કહે સ્વરૂપ હવે ચરણ શરણ છે તાહરા લલના. ૬.
(૧) શ્રી નેમિનાથનાં સ્તવનો
નિરખો નેમિ જિણંદને-અરિહંતાજી, રાજીમતિ કર્યો ત્યાગભગવંતાજી; બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો. અરિ અનુક્રમે થયા વીતરાગ. ભગ૦ ૧. ચામર ચક્ર સિંહાસન-અરિ, પાદપીઠ સંયુકત-ભગ; છત્ર ચાલે આકાશમાં-અરિ૦, દેવદુન્દુભિ વર યુત્ત ભગ૦ ૨. સહસ જોયણ ધ્વજ સોહતો-અરિ, પ્રભુ આગળ ચાલંત-ભગ૦; કનક કમળ નવ ઉપરે-અરિ૰, વિચરે પાય ઠવંત. ભગ૦ ૩. ચાર મુખે દીયે દેશના અરિષ્ઠ ત્રણ ગઢ ઝાકઝમાલભગ; કેશરોમ શ્મશ્રુ નખા-અરિ૰ વાધે નહિ કોઈ કાલ ભગત ૪. કાંટા પણ ઉંધા હોવે-અરિ, પંચવિષય અનુકૂલ-ભગ૦; ષૠતુ સમકાલે ફળે અરિ, વાયુ નહિ પ્રતિકૂલ-ભગ૦ ૫. પાણી સુગંધ સુર કુસુમની-અરિ, વૃષ્ટિ હોય સુરસાલ ભગ૦ પંખી દીયે સુપ્રદક્ષિણા-અરિ૦, વૃક્ષ નમે અસરાલ-ભગ૦ ૬. જિન ઉત્તમ પદ પદ્મની-અરિ સેવ કરે સુર કોડી-ભગ૦, ચાર નિકાયના જધન્યથી-અરિ૦, ચૈત્ય-વૃક્ષ તેમ જોડી-ભગ૦ ૭.
(૨) શ્રી નેમિનાથ જિન સ્તવન
પરમાતમ પૂરણકલા, પૂરણ ગુણ હો પૂરણ જન આશ; પૂરણ દૃષ્ટિ નિહાળીએ, ચિત્ત ધરીએ હો અમચી અરદાસ.
પરમા૦ ૧
સર્વ દેશ ઘાતિ સહુ અઘાતી હો કરી ઘાત વાસ કીયો શિવમંદિરે, મોહે વિસરી હો ભમતો
૨૦૧
દયાળ ! જગ જાળ.
પરમા૦ ૨