________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૩) શ્રી નમિનાથજી પ્રભુનું સ્તવન (રાગ-મુનિવર પરમ દયાલ ભવિયા)
શ્રી નમિનાથ જિણંદને રે, ચરણ કમલ લય લાય; મૂકી આપણી ચપળતા રે, તુચ્છ કુસુમ મત જાય રે; સુણ મન મધુકર માહરી વાત, મ કરો ફોગટ વિલોપાત. સુ૦ ૧ વિષમકાળ વરષા રૂતુ રે, ક્રમે ક્રમે હુઓ વ્યતીત; છેલ્લો પુદ્ગલ પરિયટ્ટી રે, આવ્યો શરદ શું પ્રતીત રે. સુ૦ ૨
જ્ઞાન વરણ વાદળ ફીટે રે, જ્ઞાન . સુરજ પ્રકાશ; ધ્યાન સરોવર વિકસ્યાં રે, કેવલ લક્ષ્મી વાસ રે. સુ૦ ૩ નામે લલચાવે કોઈ રે, કોઈક નવ નવ રાગ; એહની વાસના નહિ બીજે રે, શુદ્ધ અનુભવ શું પરાગ રે. સુ૦ ૪
ભમતા ભ્રમર કહાવી એ રે, મધુકર રસ આસ્વાદ; માન વિજય મનને કહે રે, રસ ચાખો આલ્હાદ રે. સુ૦ ૫
૬ (૪) શ્રી નમિનાથ પ્રભુનું સ્તવન
મદવારી નમિનાથ જિનેશ્વર વંદીયે લલના, ભવ અનેકનાં સંચિત પાપ નિકંદીયે લલના; જીત્યાને શરણે જીત લહી જે એ ન્યાય છે લલના. રિપુ જિત્યાનો એ પણ એક ઉપાય છે લલના. ૧. દ્રવ્ય શત્રુ જેણે ગર્ભ થકી સ્હેજે દમ્યા લલના, માન મુકીને તે સઘલા આવી નમ્યા લલના, નામ નમી ઈમ સાર્થક મનમાં ધ્યાઈએ લલના, તો મન વાંછિત ઈહ પરભવ સુખ પાઈયે લલના. ૨. જીવ કર્મ નો વૈર અનાદિ નિબદ્ધ છે લલના, કિહાં એ જીવ કિહાં કર્મ સમર્થ સનદ્ધ છે લલના; ગો સ્તનતી પય ખાણથી કનકોપલ કરે લલના, મલ્યા આવ્યા પણ તાસ વિભાગ અગ્નિ હરે લલના. ૩. તિમ પ્રભુ સમકિત લાભથી પંડિત વીર્યને લલના, ધારીવારી પ્રમાદ ધરી મન ધૈર્યને લલના; જીતી ભાવ વિપક્ષ સ્વપક્ષ વિચારીને લલના, સર્વઘાતિ દેશ ઘાતિ અઘાતિ નિવારીને લલના. ૪. લાધો કેવલ યુગલ નિધાન સુભૂકિતનો
૨૦૦