________________
સ્તવન વિભાગ
૬ (૨) શ્રી નમિનાથ જિન સ્તવન (રાગ-વિહરમાન ભગવાન સુણો મુજ) પરમરૂપ નિરંજન, જનમનરંજણો, ભક્તવજીલ ભગવંત, તું ભવભયભંજણો, જગત જંતુ હિતકારક, તારક જગધણી, તુજ પદ પંકજ સેવ, હેવા મુજને ઘણી. આવ્યો રાજહજુર પૂરવ ભગતિ ભરે, આપો સેવના આપ, પાપ જિમ સવિ ટલે; તુમ સરિખા મહારાજ, મેહેર જો વિ કરે, તો અમ સરિખા જીવના, કારજ કિમ સરે. ૨
૧
જગતારક જિનરાજ, બિરૂદ છે તુમ તણો, આપો સમિકત દાન, પરાયા મત ગણો; સમરથ જાણી દેવ, સેવના મેં કરી, તુંહિજ છે સમરથ, તરણ તારણ તરી. મૃગશિર સિત એકાદશી, ધ્યાન શુક્લ ધરી, ઘાતિકરમ કરી અંત કે, કેવલશ્રી વરી; જગનિસ્તારણ કારણ, તીરથ થાપીયો, આતમ સત્તા ધર્મ ભવ્યને આપીયો. ૪ અમવેળા કિમ આજ, વિલંબ કરી રહ્યા, જાણો છો મહારાજ, સેવકે ચરણો ગ્રહ્યા; મન માન્યા વિના માહરૂં, નવિ છોડું કદા, સાચો સેવક તેહ જે, સેવ કરી સદા. કહાવો શું ઘણું, આપો ચિદાનંદદાન, જનમ સલો ગણું; જિન ઉત્તમ પણ પદ્મ, વિજય પદ દીજીયે, રૂપવિજય કહે સાહિબ, મુજરો લીજીયે. Ç
વપ્રામાત સુજાત,
૧૯૯
૫