________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા અનુભવ જાગ્યો જ્ઞાન દશા તણો, પર પરિણતી ગઈ દૂરજી; વિષ સમ વિષયતણાં ફળ જાણીયાં, શ્રદ્ધા પરિમલ પૂરજી. ૨ ઈત્યાદિક ગુણ પ્રગટે પ્રભુ થકી, અવર ન આવે દાયજી; ચંપક તરૂ તળે જે રતિ પામ્યા, આઉલ તસ ન સહાયજી. ૩ જે સુગુણશું મનડું વધ્યું તે ન કરે નિગુણ સંગજી; હંસા છિલ્લર સર નવિ આદરે, છોડી ગંગ તરંગજી. ૪ જણ જણ સાથે પ્રીત કરે ઘણી, તે કોઈ ન આવે દાયજી; જ્ઞાન વિમલ પ્રભુ પામ્યાથી હોવે, સેવક વંછિત થાય. ૫
૬ (૧) શ્રી નમિનાથ જિન સ્તવન 5
| (રાગ-સમદમ ગુણના આગરૂં જી) એકવીશમા જિન આગળજી, અરજ કરૂં કરજોડ; આઠ અરિએ મુજ બાંધીજી, તે ભવબંધન તોડ,
પ્રભુ પ્રેમ ધરીને અવધારો અરદાસ. ૧ એ અરિથી અલગા રહ્યાજી, અવર ન દીસે દેવ; તો કિમ તેહને જાચીયેજી, કિમ કરું તેહની સેવ. પ્રભુ) ૨ હાસ્ય વિલાસ વિનોદમાંજી, લીન રહે સુર જે; આપે અરિગણ વશ પડ્યાજી, અવર ઉગારે કિમ તેહ. પ્રભુ ૩ છત હોય તિહાં જાચીયેજી, અછતે કિમ સરે કાજ યોગ્યતા વિણ જાચતાજી, પોતે ગુમાવે લાજ. પ્રભ૦ ૪ નિશ્ચય છે મન માહરેજી, તુમ થી પામીશ પાર; પણ ભુખ્યો ભોજન સમેજી, ભાણે ન ટકે લગાર. પ્રભુ ૫ તે માટે કહ્યું તુમ ભણીજી, વેગે કીજે સાર; આખર તુમહીજ આપશોજી, તો શી કરો હવે વાર. પ્રભુ૦ ૬ મોટાના મનમાં નહિંજી, અરથી ઉતાવળો થાય; ખીમાવિજય ગુરુ નામથી, જગ જસ વાંછિત પાય. પ્રભુ) ૭
૧૯૮