________________
સ્તવન વિભાગ
આર્ય ક્ષેત્રે શ્રાવક કુલે, પુણ્ય ઉદય હું આયો; અઢી વરસની બાલ ઉંમરમાં, દરબાર તુમ પાયો રે. મલ્લિ૦૬ ઠાઠ માઠ ને ઠપકો દેખી, અચરજ હું તો હોતો; દરબાર રૂપ જે હવે સમજ્યો, ત્યારે સમજ્યો નહોતો. મલ્લિ૦ ૭
સ્વરૂપ સમજી હાજર હોવે, તે લહે ઉત્તમ ધ્યાન; આત્મ લબ્ધિ શુદ્ધ વરીને, પામે પદ નિરવાણ રે. મલ્લિ૦ ૮
૬ (૧) શ્રી મુનિસુવ્રતસ્વામીજિન સ્તવન (રાગ-ઈડર આંબા આંબલી રે)
મુનિસુવ્રત કીજે મયા રે, મનમાંહી ધરી મહેર; મહેર વિણા માનવી રે, કઠિણ જણાયે કહેર. જિનેશ્વર ! તું જગનાયક દેવ, તુજ જગહિત કરવા ટેવ. જિને૦ ૧
અરટ્ટ ક્ષેત્રની ભૂમિકા રે, સિંચે કૃતારથ હોય; ધારાધર સઘળી ધરા રે, ઉદ્ઘરવા સજ્જ જોય. જિને૦ ૨
તે માટે અશ્વ ઉપરે રે, આણી મનમાં મહેર; આપે આવ્યા આફણી રે, બોધવા ભરુચ્છ શહેર. જિને૦ ૩ ઉદ્ધર્યા, આપે કરી ઉપાય;
અણપ્રારથતા
પ્રારથતા રહે વિલવતા રે, એ કુણ કહીયે ન્યાય? જિને૦ ૪
સંબંધ પણ તુજ મુજ વિચે રે, સ્વામી સેવક ભાવ; માન કહે હવે મહેરનો રે, ન રહ્યો અજર પ્રસ્તાવ. જિને૦ ૫
(૨) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
(રાગ-પ્રભુજી મુજ અવગુણ મત દેખો)
મુનિસુવ્રત મન મોહ્યું મારૂં,
શરણ હવે છે તમારૂં રે, પ્રાતઃ સમયે હું જ્યારે જાગું; સ્મરણ કરૂં છું તમારૂં, હો જિનજી તુજ મૂર્તિ મનહરણી, ભવસાયર જલ તરણી. હોજિનજી તુજ મૂર્તિ∞ ૧
૧૯૫