________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૪) શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવન 5 મલ્લિનાથ પ્રભુ નામ તારું સાચું, તુજ સેવા વિણ સર્વ અન્ય કાચું; હવે પાપમાં કદી ન રાચું માચું. મલ્લિ૦ ૧. આપે ક્રોધ માન માયા લોભ જીત્યા, હું તો તેહથી ફસાણો સુણો પિતા; દુઃખ ભોગવું ઘણા જ કાળ વીત્યા. મલ્લિ૦ ૨. એક એક પ્રદેશ અનેક વાર, જન્મ મરણ કર્યા મેં અનંત વાર; પંચમી ગતિના આપ છો આધાર. મલ્લિ૦ ૩. ઘણી વખત મૂળા ભાવથી વેચાણો, ભસ્મ જેમ વગર કિંમતે દેવાણો; જન મુખથી હું નગુણો કેવાણો મલ્લિ૦ ૪. મુજ ઉપર કરી કર્મ દ્રષ્ટિ વાંકી, શુભ સ્થાનકેથી કાઢ્યો મને હાંકી; દુઃખ દેવામાં ન રાખી મને બાકી. મલ્લિ૦ ૫. નારકીપણામાં હું ઘણો વિંધાણો, પરાધિનપણું તિરિય ગતિ જાણો; ગતિ ચાર માં ઘણુંજ ઘવરાણો. મલ્લિ૦ ૬. હવે આશરો લીધો છે મેં તમારો, દુઃખ દુર્ગતિના ભયથી મને વારો; દયા લાવી પ્રભુ અર્જ ઉર ધારો. મલ્લિ૦ ૭. કૃપા સિંધુ ભવ પાથોધિથી તારો તુમ વિણ પ્રભુ મુજ એકે નથી આરો; સૂરિ નીતિનો ઉદય કરોને સારો. મલ્લિ૦ ૮.
(૫) શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવન કા મલ્લિ જિન સ્વામી, આવ્યો તમારા દરબારમાં; કાલ અનંતો ભૂલ્યો રૂલ્યો, ગતિ નિગોદ મઝારી; શ્વાસ માંહિ ભવ સત્તર કીધાં, દીઠી ન સુખની બારી રે. મલિ૦ ૧ નદી ઘોલના ન્યાય પથ્થર જેમ, ઘોલ મોલ હો જાવે; તેમ અકામે કર્મ ઝરતાં, વ્યવહાર પદ પાવે રે. મલિ૦ ૨ પૃથ્વી પાણી તેઉ વાલ, વનસ્પતિમાં રૂલ્યો; ત્યાંથી થોડા પુણ્ય ઉદયથી, વિકસેંદ્રિયમાં ભળીયો રે. મલિ૦ ૩ ત્યાં પણ ટાઢ તડકા આદિ, વેઠી દુઃખ અપાર; શાંત સ્વભાવે પુણ્ય થવાથી, પંચેદ્રિય અવતાર રે. મલ્લિ૦ ૪ ગાડે જોડ્યો એકે જોડ્યો, આડે તોડ્યો ચામ; કષ્ટ સહ્યાથી હલકો થઈ હું, પામ્યો વર નર ધામ રે. મલ્લિ૦ ૫
૧૯૪F
૧૯૪