________________
સ્તવન વિભાગ
નિત નમીયે રે નીરાગતા, નમતાં હોય ભવછે; દુઃખ દોહગ દૂર ટલે એહમાં નહિ સંદેહ, જાણોનિસંદેહ. નિ૦ ૨ જીરે મલિ નિણંદની સાહેબી, દેખીને રતિ પ્રીતિ; વચન કહે નિજ કંતને, પતિ પ્રેમદાની રીતિ. નિ. ૩ જીરે નાથ કહો એકુણ અછે, કહે એ જિનદેવ; જિન તે કિમ તુમ વસ નહિ, કહે એમ સત્યમેવ. નિ. ૪ જીરે નહિ પ્રતાપ ઈહાં માહરો, તો વૃથા પૌરુષ તુજ; હરખ્યો મોહ માહરો પિતા, તો શ્યો આશરો મુજ. નિ૦ ૫ જીર તે સાંભળી રતિપ્રીતિ બે, ત્રીજો કામ સબાણ; મલીને મલ્લિ નિણંદની, શીર ધારી છે આણ. નિ૦ ૬ જીરે તે માટે તુમ વિનવું, વારો તેહ અશેષ; ઘો સૌભાગ્ય સ્વરૂપને, સુખ લબ્ધિ વિશેષ. નિ૭
૬ (૩) ભોંયણીજી મંડન શ્રી મલ્લિનાથ
જિન સ્તવન BE જિનરાજા તાજા મલ્લિ બિરાજે ભોયણી ગામમે. ટેક. દેશ દેશ કે જાત્રુ આવે, પૂજા સરસ રચાવે; મલિ જિનેશ્વર નામ સમરકે, મન વાંછિત ફલ પાવેજી. જિન૦ ૧ ચતુરવરણકે નરનારી મિલ, મંગલ ગીત કરાવે; જય જયકાર પંચ ધ્વનિ વાજે, શિર પર છત્ર ધરાવેજી. જિન૦ ૨ હિંસક જન હિંસા તજી પૂછે, ચરણે શીશ નમાવે; તૂ બ્રહ્મા તું હરિ શિવશંકર, અવર દેવ નવિ ભાવેજી. જિન) ૩ કરુણારસ ભરે નયન કોલે, અમૃત રસ વરસાવે; વદનચંદ ચકોર ક્યું નિરખી, તન મન અતિ ઉલસાવેજી. જિન) ૪ આતમરાજા ત્રિભુવન તાજા, ચિદાનંદ મન ભાવે; મલિજિનેશ્વર મનહર સ્વામી, તેરા દરસન સુહાવેજી. જિન૫
૧૯૯