SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ક (૧) શ્રી મલ્લિનાથનું સ્તવન H (રાગ-વિહરમાન ભગવાન સુણો) મનમોહનજી મલ્લિનાથ, સુણો મુજ વિનતિ; હું તો બૂડ્યો ભવોદધિ માંહ્ય, પીડયો કર્મે અતિ. મન૦ ૧ જ્યાં જ્યાં અધર્મ કેરાં કામ, તેમાં બહુ હરખીયો; ધર્મ કાજમાં ન દીધું ધ્યાન, માર્ગ નવિ પરખીયો. મન૦ ૨ દુર્ગુણે ભર્યો રે હું બાલ, સુગુણ ગણ નવિ રમ્યો; મોહ મચ્યો સદા કાળ, હર્ષના ફંદે ફર્યો. મન૦ ૩ છલ કરીને ઘણું દગાબાજ, દ્રવ્યને મેં સંચીયા; જુઠું લવી મુખ વાત, લોકોના મન હર્યા મન૦ ૪ પતિત પામર રંક જે જીવ, તેને છેતર્યો બહુ; પાપે કરી પિંડ ભરાય, કથા કેટલી કહું. મન૦ ૫ પ્રભુ તાહરો ધર્મ લગાર, મેં તો નવિ જાણ્યો; મેં તો ઉથાપી તુજ આણ, પાપે ભર્યો પ્રાણીઓ. મન૦ ૬ શુદ્ધ સમકિત તાહરૂ જેહ, તે મનથી ન ભાવિયું શંકા કંખા વિતિગિચ્છા, માંહ્ય પાખંડે પકાવિયું. મન૦ ૭ તકસીરો ઘણી મુજ નાથ, મુખે નવી ગણી શકું કરો માફી ગુના જગભ્રાત, કહી કેટલા બકું. મન૦ ૮ રીઝ કરીને ગણું જગનાથ, ભવપાશ તોડીએ; શરણે રાખી મહારાજ, પછી કેમ છોડીએ. મન૦ ૯ મળીયા વાચક વીર સુજાણ, વિનયની આ વારમાં જેથી ટળીયા કુમતિના ફંદ, પ્રભુજી દેદારમાં. મન, ૧૦ ૬ (૨) શ્રી મલ્લિનાથજિન સ્તવન , (રાગ-જીરે સફલ દિવસ થયો આજનો) જીરે મહિમા મલ્લિ નિણંદનો, માની માહરે મન્ન; મોહ મહિપતિ જીતીઓ, વલી તસ પુત્ર મદન્ન. નિ૦ ૧ ૧૧૯૨= ૧૯૨
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy