________________
સ્તવન વિભાગ
કાઠિયા, ૧૪ પાંચ મહાવ્રત, ૧૫ આઠ પ્રવચન માતા, ૧૬ નવબ્રહ્મચર્યની ગુપ્તિ, ૧૭ દશયતિધર્મ, ૧૮ સત્તર પ્રકારે સંયમ, ૧૯ સત્તાવીશ સાધુના ગુણ, ૨૦ પાંચ મહાવ્રતની પચીશ ભાવના, ૨૧ ચાર મૈત્ર્યાદિભાવના, ૨૨ બત્રીશ સામાયિકના દોષ, ૨૩ તેત્રીશ ગુરુની આશાતના, ૨૪ ચોરાશી જિન મંદિરની આશાતના, ૨૫ ઓગણીશ કાઉસ્સગ્ગના દોષ, ૨૬ અડતાલીશ તિર્યંચના ભેદ, ૨૭ એકાવન જ્ઞાનના ભેદ, ૨૮ વીશસ્થાનક, ૨૯ બાવીશ પરિસહ, ૩૦ પાંચ ઈન્દ્રિયના ત્રેવીશ વિષય.
૬ (૩) શ્રી અરનાથ ભગવાનનું સ્તવન
શ્રી અરનાથજી સાંભળો, સેવકની અરદાસ; ભવ અટવીમાં હું ભમ્યો, બંધાણો મોહપાસ. શ્રી ૧
મોહ રાજાના રાજયમાં, બહુલું કટક જણાય; મિથ્યા મ્હેતો તિહાં અછે, મંત્રી કુબુદ્ધિ કહાય. શ્રી૦ ૨
અભગા સિપાઈ અતિ ઘણાં, કહેતાં નાવે પાર; તો પણ અધિકારી તણાં, નામ કહું નિરધાર. શ્રી ૩
ક્રોધ માયાલોભ માન તે, મૂકે ન મારો સંગ; મુજ પણ છે તે વહાલા, વિ મૂકું રંગ. શ્રી ૪ રાગદ્વેષ દોય મલ્લ મળી, બાંધ્યો બાહ્ય મરોડ; હવે પ્રભુ તુમ આગળ રહી, વિનંતિ કરૂં કર જોડ. શ્રી૦ ૫
ભવ બંધનમાંથી છોડાવો, ઉતારો ભવપાર; હરિહર દેવ સેવ્યાં ઘણાં, નવિ પામ્યો હું સાર. શ્રી ૬
સહસ્ત્ર વદન ન સ્તવી શકે, તુજ ગુણ અગમ અપાર; જિમ રયણાયર રત્નનો, નવિ વલસે પાર. શ્રી૦ ૭
આચારજ પંડિત તણા, સત્યવિજય ગુરુરાય; કપૂરવિજય તસ પાટવી, વિજનને સુપસાય. શ્રી૦ ૮ ખીમાવિજય તસ પાટવી, જિનવિજય સુપસાય; પંડિત ઉત્તમવિજયનો, પદ્મવિજય ગુણગાય. શ્રી૦ ૯
૧૯૧