________________
સ્તવન વિભાગ
એકાંતે કહું સુણ સ્વામી, હું તો ચરણ તુમારા પામી; મુજ માંહે કપટ છે બોડો, તે સુણતા મન થાય દોલો; તેહથી છોડાવો મુજ તાત, શાંતિનાથ સુણો મોરી વાત. (સાખી)
ભવ અનંત ભમી આવ્યો, ચરણ તુમારા દેવ; જિમ રાખ્યો પારેવડો, તુમ મુજ રાખો નેહ. હવે એમ એકેન્દ્રિય જીવ, દુહત્યા કરતાં અતિ રીવ; લાખ ચોારાશી ભેદ, રાગદ્વેષ પમાડયા ખેદ; મૃષા બોલતાં નાવી લાજ, તો કિમ સરશે આત્મ કાજ; ચોરી ઈણ ભવ પરભવ કીધી, પર રમણીશું દૃષ્ટિ મેં દીધી. (સાખી)
તસ
મધુ બિન્દુ સમ વિષય સુખ, દુઃખ તે મેરૂ સમાન; માનવી મન ચિંતે નહિ, કરતો ક્રોડ અજ્ઞાન. અજ્ઞાનપણે ઋદ્ધિ મેલી, વ્રત વાડી ભલી પરે ઠેલી; હવે વ્હાર કરો પ્રભુ મોરી, રાત દિવસ સેવા કરૂં તોરી; બહુ ગુનહી છું શ્રી શાંતિ, મુજ ટાળો ભવની ભ્રાંતિ; હું તો માંગુ છું અવિચળરાજ, એમ પભણે શ્રી જિનરાજ શાંતિ. ૩
પુ (૧૪) શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન (રાગ-પાવાગઢથી ઉતર્યા)
સુંદર શાંતિ જિણંદની છબી રાજે છે, પ્રભુ ગંગાજલ ગંભીર કીર્તિ ગાજે છે. ૧. ગજપુર નયન સોહામણું ઘણું દીપે છે, વિશ્વસેન નરિંદનો નંદ કંદર્પ જીપે છે; ૨. અચિરા માતાએ ઉરે ધો` મન રંજે છે, મૃગલંછન કંચન વાન ભાવઠ ભાંજે છે. ૩. પ્રભુ લાખ વરસ ચોથે ભાગે વ્રત લીધું છે, પ્રભુ પામ્યા કેવલ જ્ઞાન કારજ સિધું છે. ૪. ધનુષ ચાલીશની દેહડી તનુ સોહે છે, પ્રભુ દેશના ધ્વનિ વરસંત ભવ ડિબોહે છે. ૫. ભકત વત્સલ પ્રભુતા ભણી જન તારે છે, બુડંતા ભવજલ માંહી પાર ઉતારે છે. ૬. શ્રી સુમતિવિજય ગુરુ નામથી દુઃખ નાસે છે, કહે રામવિજય જિન ધ્યાન નવ નિધિ પાસે છે. ૭.
૧૮૭
૧
૨