________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
મેં તો સગપણ એહશું કીધું રે; હવે સઘલું કારજ સીધું રે; એતો જીવન અંતર જામીરે, નિરંજન એ બહુ નામી રે. ૪ ઘણુંશું એહને વખાણુંરે, હું તો જીવનો જીવન જાણું રે; ઘણું જે એહને મળશેરે, તે તો માણસમાંથી ટળશે રે. ૫ મનડા જેણે એહશું માંડયો રે, તેણે ઋદ્ધિવંત ઘર છાંડયો રે; આગે જેણે એ ઉપસ્યો રે, તેણે શિવસુખ કરતલ વાર્યો રે. ૬ આશિક જે એહના થાયરે, તેણે સંસારમાં ન રેવાય રે; ગુણ એહના જે ઘણાં ગાશે રે, તે તો આખર નિગુર્ણ થાશે રે. ૭ મેં તો માંડી એહ શું માયા રે, મુને ન ગમે બીજાની છાયા રે; ઉદયરત્ન મુનિ એમ બોલેરે, કોઈ નાવે એહની તોલે રે ૮
૬ (૧૨) શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન પુત્ર ચક્રવર્તીની સાહેબી રે, ધરે શિર પર તાજ, ધરે શિર પર તાજ, ચોસઠ સહસ અંતે ઉરી. છોડયા છ ખંડ રાજ છોડ્યા છ ખંડ રાજ શાંતિ જિનેશ્વર સાહિબા. ૧. પારેવો પ્રેમથી બચાવીઓ રે, દેઈ આત્મ બલિદાન; દેઈ૦ પુષ્પ વૃષ્ટિ થઈ તે સમે, કરે સુર યશોગાન, કરે શાંતિ૦ ૨ અચિરાદે ઉરસર હંસલો રે, વિશ્વસેન કુલચંદ. વિશ્વ મુખડું મનોહર જોવતાં, થાએ પરમાનંદ. થાએ૰ શાંતિ૦ ૩. હું છું અવગુણનો ઓરડો રે, તું તો ગુણનો ભંડાર; હું લોહ તું તો પારસમણી, હું દીન તું દાતાર. હું શાંતિ ૫. ચાર ગતિના દુઃખથી રે, જીવ બહુ અકળાય; જીવ૦ શરણે આવ્યો છું તાહરે, કરો સેવકને સહાય. કરો શાંતિ૦ ૫. વડાલી મંડન વિનવું રે, જગ શાંતિ કરનાર, જગ૦ લબ્ધિસૂરિ શિશુ પદ્મને, ભવ સાગરથી તાર. ભવ૦ શાંતિ૦ ૬.
(૧૩) શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન
(રાગ-સુણો શાંતિ જિણંદ) (સાખી)
બે કર જોડી વિનવું, સુણ જિનવર શ્રી શાંતિ; પાપ ખમાવું. આપણાં, જે કીધાં એકાંત.
૧૮૬