________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૮) શ્રી શાંતિનાથજિન સ્તવન
શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ ઈન કલિમેં; હો જિનજી. તું મેરા મનમેં, તું મેરા દિલમેં ધ્યાન ધરૂં પલ પલમે સાહેબજી, તું મેરા૦ ૧.
ભવમાં ભમતા મેં દિરસણ પાયો, આશા પૂરો એક પલમેં હો જિનજી. તું મેરા૦ ૨.
નિરમલ જ્યોત વદન પર સોહે, વિકસ્યોજી ચંદ્ર વાદળમેં હો જિનજી. તું મેરા ૩.
મેરો મન તુમ સાથે લીનો, મીન વસે જ્યે જળમેં હો જિનજી. તું મેરા૦ ૪.
જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠોજી દેવ સકળમેં હો જિનજી. તું મેરા પ.
૬ (૯) શ્રી શાંતિનાથજિન સ્તવન પુ
સુણો શાંતિ જિણંદ સો ભાગી, હું તો થયો છું તુમ ગુણરાગી; તુમે નિરાગી ભગવંત, જોતાં કિમ મળશે તંત. સુ૦ ૧
હું તો ક્રોધ કષાયનો રિયો, તું તો ઉપસમ રસનો દરિયો; હું તો અજ્ઞાને આવરીયો, તું તો કેવલ-કમલા વિરયો. સુ૦ ૨ હું તો વિષયારસનો આશી, તેં તો વિષયા કીધી નીરાશી; હું તો કર્મના ભારે ભર્યો, તેં તો પ્રભુ ભાર ઉતાર્યો. સુ૦ ૩ હું તો મોહતણે વશ પડીયો, તે તો સબળા મોહને હણીયો; હું તો ભવસમુદ્રમાં ખૂંચ્યો, તું તો શિવમંદિરમાં પહોંચ્યો. સુ૦ ૪ મારે જન્મમરણનો જોરો, તેં તો તોડયો તેહનો દોરો; મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુ૦ ૫ મને માયાએ મૂકયો પાશી, તું તો નિરબંધન અવિનાશી; હું તો સકિતથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો. સુ૦ ૬ મારે છો તું હિ પ્રભુ એક, ત્યારે મુજ સરખા અનેક; હું તો મનથી ન મૂકું માન, તું તો માન રહિત ભગવાન. સુ૦ ૭
૧૮૪