________________
સ્તવન વિભાગ મુખ પંકજ ભ્રમરી પરે અમરી વાવ તુંહી સદા બ્રહ્મચારી; સમવસરણ લીલા અધિકારી, તુંહીજ સંયમધારીરે. મ૦ ૪ અચિરાનંદન અચરિજ એહિ, વાવ કહણી માંહિ ન આવે; ક્ષમાવિજય જિન વયણ સુધારસ, પીવે તેહીજ પાવે રે. મ૦ ૫
–
(૬) શ્રી શાંતિજિન સ્તવન 5 શ્રી શાંતિ જિનેશ્વર સાહિબા, તુજ નાઠે કેમ છુટાગ્યે; મેં લીધી કેડજ તાહરી, તેહ પ્રસન્ન થયે મૂકાયે. શ્રી શાંતિo ૧. તું વીતરાગપણે દાખવી, ભોળા જનને ભૂલાવે, જાણીને કીધી પ્રતિજ્ઞા તેહથી, કહો કુણ ડોલાવે. શ્રી શાંતિ ૨. કોઈ કોઈની કેડે મત પડો, કેડે પડ્યાં આણે વાજ; નીરાગી પ્રભુ પણ ખિંચાયો, ભગતે કરી મેં સાત રાજ. શ્રી શાંતિ૩. મનમાંહી આણી વાસિયો, હવે કેમ નિસરવા દેવાય; જો ભેદ રહિત મુજશું મિલો, તો પલકમાંથી છુટાય. શ્રી શાંતિ. ૪. કબજે આવ્યા કિમ છૂટશો, દીધા વિણ કહણ કૃપાલ; તો શું હઠવાદ લેઈ રહ્યા, કહે માન કરો ખુશીયાલ. શ્રી શાંતિ, ૫.
ક (૭) શ્રી શાંતિનાથ જિન સ્તવન HI હારો મુજરો લ્યોને રાજ, સાહિબ શાંતિ સલૂણા. એ આંકણી અચિરાજીના નંદન તોરે દર્શન હેતે આવ્યો; સમકિત રીઝ કરોને સ્વામી, ભકિત ભેટશું લાવ્યો. હારો, ૧. દુઃખભંજન છે બિરૂદ તમારૂં, અમને આશા તુમારી; તુમે નિરાગી થઈને છૂટો, શી. ગતિ હોશે અમારી. ખારો૦ ૨. કહેશે લોક ને તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જો બોલી ન જાણે, તો કેમ વહાલો લાગે. હારો. ૩. હારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. હારો૪. અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે. હારોપ.
૧૮૩