________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સો તો ન રહે માનમેં, વાચક જસ કહે મોહ અરિ, જીત લીયો મેદાનમેં. હમ૦ ૬.
F (૪) શ્રી શાંતિનાથ જિન સ્તવન 5 શાંતિ જિનેશ્વર સાહિબારે, શાંતિ તણાં દાતાર; સલુણાં અંતર જામી છો માહરા રે, આતમના આધાર. સ. શાંતિ. ૧ ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ; નયન ચાહે પ્રભુ નિરખવાં રે, ઘો દરિસણ મહારાજ. સ. શાંતિ ૨. પલક ન વિસરો મન થકી રે, જેમ મોરા મન મેહ, એક પખો કેમ રાખીએ રે, રાજ કપટનો નહ. સ. શાંતિ. ૩. નેહ નજરે નિહાળતાં રે, વાધે બમણો વાન, અખૂટ ખજાનો પ્રભુ તારો રે, દીજીએ વાંછિત દાન. સ. શાંતિ) ૪. આશ કરે જે કોઈ આપણી રે, નવિ મૂકીએ નિરાશ; સેવક જાણીને આપણો રે, દીજીએ તાસ દિલાસ. સ. શાંતિ, ૫. દાયકને દેતાં થકાં રે, ક્ષણ નવિ લાગે વાર; કાજ સરે નિજ દાસના રે, એ ોટો ઉપકાર. સ. શાંતિ૬. એવું જાણીને જગધણી રે, દિલમાંહી ધરજો પ્યાર; રૂપવિજય કવિરાયનો રે, મોહન જય જયકાર. સલુણાં શાંતિ૦ ૭.
= (૫) શ્રી શાંતિનાથ જિન સ્તવન 5 તું પારંગત તું પરમેશ્વર, વાલા મારા તું પરમારથવેદી, તું પરમાતમ તું પુરુષોત્તમ, તુંહિ અોદી અવેદીરે....... મનના મોહનીયા, તાહરી કીકી કામણગારી રે,
જગના સોહનીયા. આંકણી) ૧ યોગી અયોગી ભોગી, વાવ તુંહીજ કામી અનામી; તું અનાથ નાથ સહુ જગનો, આતમ સંપદરામી રે. મ૦ ૨ એક અસંખ્યા અનંત અનુચર, વા૦ અકલ સકલ અવિનાશી; અરસ અવર્ણ અગંધ અફાસી, તુંહી અપાશી અનાશીરે મ૦ ૩
૧૮૨}