________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ક (૪) શ્રી ધર્મનાથ ભગવાનનું સ્તવન ,
(રાગ-આશાવરી) ધર્મ જિણેસર ધર્મધુરંધર, પૂરણ પૂણ્ય મલિઓ; મન મરૂથલમેં સુરતરુ ફલિઓ, આજ થકી દિન વલિયો. પ્રભુજી મહેર કરી મહારાજ, કાજ હવે મુજ સારો, સાહિબ ગુણનિધિ ગરીબ નિવાજ, ભવદવ પાર ઉતારો. એ આંકણી. ૧ બહુ ગુણવંતા જેહ તેં તાર્યા, તે નહિ પાડ તુમારો; મુજ સરિખો પત્થર જો તારો, તો તુમચી બલિહારો. પ્ર. ૨ હું નિગુર્ણ પણ તાહરી સંગતે, ગુણ લહું તે ઘટમાન; નિંબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન. પ્ર૦ ૩ નિર્ગુણ જાણી છેહ મ દેવો, જોવો આપ વિચારી; ચંદ્ર કંલકિત પણ નિજ શિરથી, ન તજે ગંગાધારી. પ્ર૦ ૪ સુવ્રતાનંદન સુવતદાયક, ધારક જિનપદવીનો; પાયક જાસ સુરાસુર કિન્નર, ઘાયક મોહરિપુનો. પ્ર. ૫ તારક તુમ શમ અવર ન દીઠો, લાયક નાથ હમારો; શ્રી ગુરુ ક્ષમાવિજય પય સેવી, કહે જિન ભવજલ તારો. પ્ર૦ ૬
= (૫) શ્રી ધર્મનાથપ્રભુનું સ્તવન
(રાગ-શાંતિ જિનેશ્વર સાચો સાહિબ) ધર્મ જિનેશ્વર મુજ મનડે વસ્યો, રાગ ઉમંગે અંગ સાહિબજી; કાળ પલટો હો રંગ પતંગનો, ચોળનો ન લહે ભંગ સાહિબજી0 ૧. લાખ ગામે દીઠા સુર અભિ નવા, તેહથી ન રાચે ચિત્ત સાહિબજી; માઝો અંતર ગતિનો તું મિલ્યો, મન માનિતો મિત્ત સાહિબજી) ૨. સંભારે વાધે બહુ મોહની, વીસાર્યો કેમ જાય. સાહિબજી; સંચરતા ફિરતા મુજ હિયડલે ખિણ ખિણ બેસે આપ સાહિબજી) ૩. જીવન તો વિણ જપન જીવને, આતમ તુજ ગુણ લીન. સાહિબજી, તપિ તપ કલપે તલફે જીવડો, અલપ જલે જિન મીન. સાહિબજી) ૪. પ્રેમ સંભાળી ટાળી આમળો,
૧૭૮