________________
સ્તવન વિભાગ
(૨) શ્રી ધર્મનાથ જિન સ્તવન
લ્યોને લ્યોને લ્યોને મુજરો, ધર્મ જિનેશ્વર પ્યારા; મુજરો લ્યોને જીવન પ્રાણ આધારા. લ્યો૦ ૧ તુમ ગુણ અંગે અમે પ્રભુ રાચ્યા માચ્યા નામ સુણીને; અમે દર્શનના અર્થ તુમ કને, આવ્યા દાયક જાણીને. લ્યો૦ ૨ અરજ ન ઘડી એકની હવે, દીજે દર્શન અમને; દર્શન દેઈ સુપ્રસન્ન કીજે, એ શોભા છે તુમને. લ્યો૦ ૩ મુજ ઘટ પ્રગટયો આણંદ, અતહુ નવલી મૂર્તિપેખી; વિકસિત કમળ પરે મુજ હૈયડું, થાયે તુમ મુખ દેખી. લ્યો૦ ૪ મુજ ભક્તિએ તુમે આકર્ષ્યા, આવ્યા છો મુજ ઘટમાં ન્યુનતિ ન રહી કસે માહરી, મુજ સમકો નહિ જગમાં. લ્યો૦ ૫ સુવ્રતાનંદન સુરનરસેવિત, પુરણ પુણ્યે પાયો; પંડિત પ્રેમવિજય સુપસાયે, ભાણવિજય મન ભાયો. લ્યો૦ ૬
TM (૩) શ્રી ધર્મનાથસ્વામી સ્તવન (રાગ-ભીમપલાસ)
દેખો માઈ અજબ રૂપ તેરો, નેહ નયનસે નિતું નિરખત. જન્મ સફલ ભયો મેરો-દેખો૦ ૧ ધર્મ જિનેશ્વર ધર્મનો ધોરી, ત્રિભુવનમાંહી વડેરો; તારક દેવ ન દેખ્યો ભૂતલે, તુમ કોઈ અનેરો. દેખો૦ ૨ જિન તુમકું છોડી ઓરકું ધ્યાવત, કુણ પકડત તસ છેરો; જ્યું કુર્કુટ રોહણગિરિ ઠંડી, શોઘીત લે ઉકેરો. દેખો૦ ૩ પ્રભુ સેવાથી ક્ષાયિક સમકિત, સંગ લહ્યા અબ તેરો, જન્મ જરા મરણાદિક ભમણા, વારત ભવ ભય ફેરો. દેખો૦ ૪ ભાનુ ભૂપ કુલ કમલ વિબોધન, તરણી પ્રતાપ ઘણેરો, જ્ઞાનવિમલ પ્રભુચરણ કમલકી, સેવા હોત સવેરો. દેખો૦ ૫
૧૭૭