________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
હરે મુજને થાશે કોઈક સમે પ્રભુ સુપ્રસન્ન જો, વાતલડી માહરી રે સવિ થાશે વગે રે લો. ૧ હાંરે પ્રભુ દુર્જનનો ભંભેર્યો મારો નાથ જો, ઓળવશે નહિ ક્યારે કીધી ચાકરી રે લોક હાંરે મારા સ્વામી સરખો કુણ છે દુનિયા માંહી જો, જઈયેરે જિમ તેહને ઘર આશા કરી રે લો. ૨ હાંરે જસ સેવાસેતી સ્વારથી નહિ સિદ્ધિ જો, ઠાલી રે શી કરવી તેહથી ગોઠડી રે લો; હાંરે કાંઈ જૂઠું ખાય તે મિઠાઈને માટે જો, કાંઈ રે પરમારથ વિણ નહિ પ્રીતડી રે લો. ૩ હાંરે પ્રભુ અંતરજામી જીવન પ્રાણ આધાર જો, વાયો રે નવિ જાણ્યો કલિયુગ વાયરો રે લો; હાંરે મારે લાયક નાયક ભક્ત વચ્છલ ભગવંત જો, વારુ રે ગુણ કેરો સાહિબ સારૂ રે લો. ૪ હાંરે મારે લાગી મુજને તાહરી માયા જોર જો, અલગા રે રહ્યાથી હોય ઓસીંગલો રે લો; હાંરે કણ જાણે અંતરગતની વિણ મહારાજ જો, હેજે રે હસી બોલો છાંડી આમલો રે લો. ૫ હારે તારે મુખને મટકે અટક્યું મારું મન જો, આંખલડી અણીયાલી કામણગારડી રે લો; હાંરે મારે નયણાં લંપટ જોવે ખિણ ખિણ તુજ જો, રાંતા રે પ્રભુ રૂપે નરકે વારીયાં રે લો. ૬ હાંરે પ્રભુ અલગ તો પણ જાણ કરીને હજુર જો, તારી રે બલિહારી હું જાઉં વારણેરે લો; હાંરે કવિ રૂપ વિબુધનો મોહન કરે અરદાસ જો, ગિરુઆથી મન આણી ઉલટ અતિ ઘણે રે લો. ૭
૧૭૬