________________
સ્તવન વિભાગ
વાતલડી પરી કાન. સાહિબજી, કાંતિ કહે કરૂણાનિધિ કરી કૃપા, સેવકને સનમાન. સાહિબજી૦ ૫.
(૬) શ્રી ઘર્મનાથપ્રભુનું સ્તવન .
(રાગ-શી કહું કથની મારી) મૂર્તિ મોહન ગારી રાજ, મૂર્તિ મોહન ગારી; સેવે સુર નર નારી હો રાજ, મૂર્તિ મોહન ગારી; શાન્ત રૂચિ પરમાણુ નિપાઈ, લાગત બહુ જન પ્યારી; જોતાં જાણી આંચું સુધાંજન, ચક્ષુને આનંદકારી. રાજ૦ ૧ વાંછિત પૂરણ સુરતરૂ વેલી, દૂરિત દુઃખ હરનારી; અવર દેવની મૂર્તિ વિકારી, દીઠી ભયાનક ભારી. રાજ૦ ૨ અંગે ઉપાંગે જિનવર પૂજી, જિન પડિમા જયકારી; જે નહિ માને તે ભવ ભમશે, કહું છું સૂત્ર આધારી. રાજ૦ ૩ આપો કેવલ જાગલ પ્રભુ અમને, કરમ ભરમ સબડારી; મોક્ષ મંદિરમાં અમને ચડાવો, દારિદ્ર દોષ વિદારી. રાજ૦ ૪ જગ તારક પ્રભુ પ્રતિમા તારી, શોક સંતાપ હરનારી; ભવોદધિ તારક દુઃખ નિવારક, કલ્યાણ સુખ કરનારી. રાજ0 ૫ જિનવર પ્રતિમા જિનવર સરખી, ઉવવાઈ સૂત્ર મોઝારી; પંચમ કાળમાં પૂર્ણાલંબન, નિર્વાણને આપનારી. રાજ૦ ૬ ધર્મ ધુરંધર ધર્મ જિનેશ્વર, આપોને સુખ અવિકારી; હેત ઘરીને સૂરિ નીતિનો, ઉદય કરો સુખકારી. રાજ૦ ૭
F (૧) શ્રી શાંતિનાથ જિન સ્તવન ,
(તારહો તાર પ્રભુ! મુજ સેવક ભણી-એ દેશી) તાર મુજ તાર મુજ તાર જિનરાજ ! તું, આજ મેં હિ દિદાર પાયો; સકલ સંપત્તિ મિલ્યો આજ શુભદિન વલ્યો, સુરમણિ આજ અણચિંત આયો. તાર૦ ૧