________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વારે વારે વિનતિ કરૂં ઈતની, પ્રભુપદવી ઘો અપની; જ્ઞાનવિમલ પ્રભુ નિત ગુણ ગાવે, સમકિત રયણખની હો, ૫ 5. (૩) શ્રી વિમલનાથ સ્તવન
(રાગ-આશાવરી) હો પ્રભુજી મુજ અવગુણ મત દેખો, રાગ દશાથી તું રહે ન્યારો; હું મન રાગે વાળું, દ્વેષ રહિત તું સમતા ભીનો દ્વેષ મારગ હું ચાલું. હો પ્રભુજી, ૧. મોહલેશ ફરશ્યો નહિ તુજને, મોહ લગન મુજ પ્યારી, તું અકલંકી કલંકિત હું તો, એ પણ રહેણી ન્યારી. હો પ્રભુજી) ૨. તુંહિ નિરાગી ભાવ પદ સાધે, હું આશા સંગ વિલુદ્ધો, તું નિશ્ચળ હું ચલ તું સીધો, હું આચરણે ઉંધો. હો પ્રભુજી, ૩. તુજ સ્વભાવથી અવળાં મહારાં, ચરિત્ર સકળ જગે જાણ્યાં; એવા અવગુણ મુજ અતિ ભારી. ન ઘટે તુજ મુખ આયા. હો પ્રભુજી) ૪. પ્રેમ નવલ જો હોય સવાઈ, વિમલનાથ મુખ આગે; કાન્તિ કહે ભવરાન ઉતરતાં, તો વેળા નવિ લાગે. હો પ્રભુજી ! મુજ અવગુણ મત દેખો. ૫. - (૪) શ્રી વિમલનાથપ્રભુનું સ્તવન
(રાગ-નિંદ્રડી વેરણ હુઈ રહી) વિમલનાથ ભગવંતજી, તમે છો તો પ્રભુ દીન દયાલ કે; સાર કરે પ્રભુ માહરી, ચિત્ત ચોખે હો મુજ નયણ નિહાલકે. વિમલ૦ ૧. સહુ સ્વારથીયો જગત છે વિણ સ્વારથ હો દુઃખનો કુણજાણકે; તુમ વિણ બીજો કો નહિ, પરમારથ હો પદનો અહિઠાણ કે. વિમલ૦ ૨ સગુણ સોભાગી નિરખતા; હરખંતા, હો હૈયાનો હેજકે; કંચન તનુ અતી દીપતો, જીપતો, હો દિનકર જોડી તેજ કે. વિમલ૦ ૩ ભકિત વચ્છલ પ્રભુજી તણો, એવો સુણીયો હો ઈણ કાને નામકે; તું રાજેશ્વર રાજતો, આસા પરની હો કરવા સુકામ કે. વિમલ૦ ૪. કિંકર પ્રભુનો જાણીને, મન વંછિત હો સુખ દીજે દેવક, શ્રી વિદ્યાસાગર સૂરનો, જ્ઞાનસાગર હો પ્રણમે નિત્ય મેવકે. વિમલ૦ ૫.
૧૭૨