________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ખોવે રે, અબ હટશે મોહરાય. વાસુ) ૭. મુજ આત્મ કમલ વિકસાવો, લબ્ધિ લક્ષ્મીની વસાવો; હું રાખું તુમથી દાવો રે, તુમ ચરણે ચિત્ત ઠાય. વાસુ૦ ૮.
E (૫) શ્રી વાસુપૂજ્યસ્વામીનું સ્તવન શ્રી વાસુપૂજ્ય નરિંદના, નંદન નયના નંદ હો; શ્રી જિન વાલહા. પ્રભુ કેમ આવું તુમ લગે હો, શ્રી જિન સાંભળોઃ મારે કૂડો કુટુંબનો ફંદ હો, શ્રી જિન સાંભળો; શ્રી. ૧ કુમતિ રમણી મોહનંદિની, મુજ કેડ ન મૂકે તેહ, શ્રી મિત્ર મલ્યો તે લોભીયો, લાગ્યો તેહશું બહુ નેહ. શ્રી. ૨ ત્રેવીશ મલ્યા ધૂતારડા, જેહના વળી નવ નવા રંગ; શ્રી, અહનિશ તેણે હું ભોળવ્યો, ન ઘર્યો પ્રભુ શું સંગ. શ્રી. ૩ પ્રભુ દર્શન તલસે ઘણું, જિન મુજ મનડું દિન રાત; શ્રી, પણ દશ ત્રણ આડા રહે, જે નીચ ગણું કમજાત. શ્રી૪ પ્રભુ કૂડો કલિયુગ આજનો, બહુ ગાડરીયો પ્રવાહ, શ્રી પ્રભુ તાહરૂં રૂપ ન ઓળખે, નહિ શુદ્ધ ઘરમની ચાહ. શ્રી ૫ પ્રભુ દરિસણ વિણ જીવડા, કસતા દીસે વ્યવહાર શ્રી તેણે ભરમે ભૂલ્યા ઘણાં, પ્રભુ દોહિલો લોકાચાર. શ્રી. ૬ વરસ બોતેર લખ આઉખું, તોરી સિત્તેર ધનુષ તનુ સાર; શ્રી, શ્રી રામવિજય કર જોડીને, કહે ઉતારો ભવપાર. શ્રી. ૭
F (૬) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન HI
(રાગ-જગજીવન જગ વાલો) ૧. આવો આવો મુજ મન મંદિરે, સમરાવું સમકિત વાસ હો મુણદ, પંચાચાર બિછાવણા રે, પંચરંગી રચના તાસ હો મુત્ર આ૦ ૨. સિજ્જા મૈત્રીભાવના, ગુણ મુદિતા તળાઈ ખાસ હો મુ; ઉપશમ ઉત્તર છદ બન્યો, તિહાં કરુણા કુસુમ સુવાસ હો. મુ. આo ૩. થિરતા આસન આપશ્ય, તપ તકિયા નિજ ગુણ
૧૭૦