________________
સ્તવન વિભાગ
5. (૩) શ્રી વાસુપૂજ્ય સ્વામિ જિન સ્તવન .
(રાગ-સ્વામી તુમે કંઈ કામણ કીધું) શ્રી વાસુપૂજ્યજી સાહિબ માહરા, પ્રભુ લાગો છો તમે પ્યારા. સાહિબા જિનરાય હમારા, મોહના જિનરાય હમારા; તન મન ચિત્ત વલ... તુમશું, હવે અતંર રાખો કિમ અમશું. ૧ દાસની આશા પુરીયે પ્યારા, જો નામ ધરાવો છો જગદાધારા; સકળ લીલા તુમ પાસે જે સ્વામીહિત આણી દીજીયે અંતરજામી. ૨ એટલો વિમાસણશી છે તુજને, વાંછિત દેતાં સ્વામી મુજને; ખોટ ખજાને નહિ પડે તાહરે, પણ અક્ષય ખજાનો હોશે માહરે. ૩ ભલોભૂંડો પણ પોતાનો જાણોવાળી કરૂણાની લહેર તે મનમાં આણી અમને મનોગત વાંછિત દેજો, પ્રભુ હેત ધરીને સામુ જોજો. ૪ વારંવાર કહું શું તમને, સેવાફળ દેજો સ્વામી અમને, પ્રેમ વિબુધના ભાણની પ્રભુજી, તુમ નામે દોલત ચઢતી વિભૂતિ. ૫
HH (૪) શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન Hi વાસુપૂજ્ય જિનેશ્વર જોઈ, મારું દિલડું હરખાય, પ્રભુ સર્વ દેવ ગરીઠો મેં જગમેં ઔર ન દીઠો; લાગે મુજ મન અતિ મીઠો રે, મન તૃપ્તિ નવ થાય. વાસુ. ૧. પ્રભુ એક અનેકી જગમેં, તુજ ભક્તિ મુજ રગ રગમે; નહિ માણેક હોય નગ નગમેં રે; તિમ દુર્લભ જિનરાય. વાસુ) ૨. પ્રભુ નિગોદમેં નહિ મીલીયો. ત્યાં કાલ અનંતો રૂલીયો; થાવર દ્વીતી ચઉ ભૂલીયો રે, બીન દર્શન દુઃખ પાય. વાસુ૩. અબ પુણ્ય ઉદયમેં પાયો, સંજ્ઞી પંચેદ્રિય મેં આયો; તબ દર્શન નાથ દીખાયો રે, લેઉં આણા શિર ચઢાય. વાસુ) ૪. પ્રભુ સ્થિર બુધિ હું માગું, નિજ આત્મ ભાવમાં જાગું; મેરી તેરીસે ભાગું રે, એ આપો મહારાય. વાસુ) ૫. મુજ તત્ત્વ ત્રયી પ્રભુ આપો, તુમ હસ્ત શિર પર સ્થાપો; ભવ ભ્રમણા મારી કાપો રે, પામર પેં દીલ લગાય. વાસુ) ૬. ખુબ ગામ બુહારી સોહે, તુમ ધામ મુજ મન મોહે, પ્રભુ જોઈ મોહ અતી
૧ ૬૯