________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
= (૧) શ્રી વાસુપૂજ્યસ્વામિ જિન સ્તવન BE
(રાગ-ધોબીરી બેટી તીખારે નયણારો પાણી લાગણો) જિર્ણોદરાયા સુગુણ સુખાકર સુંદરૂ, કેવલજ્ઞાન ભંડાર; જિણંદમોહ અંધાર નિવારવા, સમરથ તું દિનકાર જિ. ૧ નિણંદવાસુપૂજ્ય મુજ વાલો, દ્રઢ મન રહ્યો રે લોભાય, નિણંદ૦ ધર્મધુરંધર ધન્ય તું, ભરતક્ષેત્ર મોઝાર; જિણંદ૦ બોધિબીજ વાવ્ય વચન શું, ભવિમન કયારા ઉદાર જિ૦ ૨ નિણંદસુમતિ સહિત સહુ સમકિતી, પાલે નિજ વ્રત સાર; નિણંદસંવર વાડી ભલી કરે, રહે અપ્રમત્ત આચાર. જિ૦ ૩ નિણંદ૦ આશ્રવ વ્યાપદ વારતા, ઘારતા જિનવર આણ; જિણંદશીલ સુધારસ સીંચતા લહે, ચેતન ગુણખાણ જિ૦ ૪ નિણંદ૦ પામ્યો તે દરિસણ યદા, જાણ્યો તદા શિવશર્મ જિણંદ૦ કુગુરુ કુદેવ કુધર્મનો, વાર્યો ચિત્તથી ભર્મ. જિ૦ ૫ નિણંદ0 અપડિવાઈ દીજીયે, દરિસણ દોલત દાન; જિણંદ૦ સૌભાગ્યચંદ્ર સ્વરૂપને, વલ્લભ તુજ ગુણગાન. જિ૦ ૬
૬ (૨) શ્રી વાસુપૂજયસ્વામિનું સ્તવન શ્રી વાસુપૂજ્ય નરિંદનોજી, નંદન ગુણમણી ધામ; વાસુપૂજ્ય જિન રાજીયોજી, અતિશય રત્ન નિધાન.
પ્રભુ ચિત્ત ઘરીને, અવધારો મુજ વાત. ૧ દોષ સયલ મુજ સાંસહોજી, સ્વામી કરી સુપસાય; તુમ ચરણે હું આવીયોજી, મહેર કરો મહારાય. પ્રભ૦ ૨ કુમતિ કુસંગતિ સંગ્રહીજી, અવિધિ ને અસદાચાર; તે મુજને આવી મિલ્યાજી, અનંત અનંતીવાર. પ્રભુo ૩ જબ મેં તુમને નિરખ્યાજી, તવ તે નાડ્યા દૂર; પૂણ્ય પ્રગટે શુભ દિશાજી, આયો તુમ હજીર, પ્રભ૦ ૪ જ્ઞાનવિમલ પ્રભુ જાણજોજી, શું કહેવું બહુ વાર; દાસ આશ પૂરણ કરોજી, આપો સમકિત સાર. પ્રભુ ૫
૧૬૮