________________
સ્તવન વિભાગ
એહજ મોટો આધાર વિષમ કાળે લહ્યો રે. વિ માનવિજય ઉવઝાય કહે મેં સહ્યો રે. ક0
5 (૪) શ્રી શ્રેયાંસજિન સ્તવન 5. (રાગ-હો હલધરજી હવે કેમ કરવું નેમ પરાક્રમ મોટું)
હો જિનવરજી, નિજ દરિસણ દેખાડી પ્રીત સુધારીયે, તુમ દરિસણ તે ભવભયહરણો, આઠ કર્મ જલધિ તારણ તરણો, સંસારીને શિવસુખ કરણી. હો જિન- ૧ એ આંકણી.
| મુનિ શ્રાવક ધર્મ દુવિધ ભાગો, તે ભવ્ય જનો આગલ દાખ્યો, તેણે તુજ વચને અમૃત રસ ચાખ્યો, હો જિનવરજી, નિજ વાણી સંભળાવી સમકિત આપીએ. ૨
જે હુંતા પાપ તણા કારી, તે તે તાર્યા બહુ નરનારી, તુજ સમ નહિ કોઈ ઉપગારી, હો જિનવરજી, નિજ કર અવલંબાવી તારક તારીયે. ૩
તું અધ્યાતમ સૂરજ ઉગ્યો, તવ મોહાદિક તમ દૂર ગયો, ભવિ મનમાં જ્ઞાનપ્રકાશ થયો, હો જિનવરજી, મન ઉદયાચલ બેસી મિથ્યાત્વ નિવારીયે. ૪
તુજ વદન કમલ દરિસણ પ્યારો, તિહાં મન મધુકર મોહ્યો માહરો, ક્ષણ એક તિહાંથી ન રહે ન્યારો. હો જિનવરજી. અવલોકન નિત્ય તેહનો મુજને દીજીયે. ૫
ધરણેન્દ્ર સહસ્સ મુખશું ભાખે, તાહરા ગુણ નિત્ય નવલા દાખે, તોહે પાર ન લહે ગુણનો લાખે, હો જીનવરજી, અનંત ગુણાત્મક તું સોહે ગુણ તાહરા. ૬
સૌભાગ્યચંદ્ર ગુરુનો શિષ્ય, કહે સ્વરૂપચંદ્ર અહો જગદીશ, શ્રેયાંસપણું દીઓ સુજગશ, હો જીનવરજી, નામ શ્રેયાંસ તમારું સમરું ધ્યાનમાં. ૭
૧૧૬૭