________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સાધુની ૧૨ પ્રતિમા, પાંચ પ્રમાદ, સાત વિકથા, ચાર શિક્ષા, ચાર અનુયોગ, પાંચ મહાવ્રતની પચ્ચીશ ભાવના, છ કારકના નામ, ધર્મ ધ્યાનની ચાર ભાવના, ૧૮,૦૦૦ શીલાંગ રથ, આઠ દૃષ્ટિ, અષ્ટાંગ યોગ, ચરણસિત્તરી, કરણસિત્તરી, નિત્ય સવાર સાંજની વિચારણા કરવાની ભાવનાદિ અનેક નાના મોટા વિષયોને સુંદર રીતે ગોઠવવામાં આવેલ છે.
આ રીતે અનેકવિધ ઉપયોગી વિષયોનો સંગ્રહ પ. પૂ. સાધ્વીજી શ્રી નરેન્દ્રશ્રીજી મ. સા. તથા તેમના સુશિષ્યા પ. પૂ. સાધ્વીજી વિદ્યુતપ્રભાશ્રીજીએ કરી આપી આ ગ્રન્થને સમૃદ્ધ કરેલ છે, સંઘને આ ગ્રંથના પ્રકાશન માટે પવિત્ર પ્રેરણા આપી તે બદલ તેઓશ્રીના અમે અત્યંત આભારી છીએ.
આ ગ્રન્થ પ્રકાશનમાં જે ૧૬ દાતાઓએ સહયોગ આપી પ્રકાશનનું કાર્ય સફળ અને સરળ બનાવી આપ્યું છે તે માટે તેઓનો પણ આભાર માનીએ છીએ. શેઠ શ્રી દામજી શામજી શાહ પરિવાર તરફથી મળેલ સહયોગ બદલ આભારી છીએ..
પ. પૂ. સાધ્વીજી મહોદયાશ્રીજી મ. સા. તથા શિષ્યાઓએ આ ગ્રંથના પ્રકાશન દરમ્યાન આપેલ માર્ગદર્શન તથા કાળજીપૂર્વક પ્રફ તપાસવા બદલ અમો એમના અત્યંત આભારી છીએ.
આ ગ્રંથની આકર્ષક તથા સુવ્યવસ્થિત રીતે કપ્યુટરાઈઝડ પ્રિન્ટીંગ કરી આપવા માટે છેડા પ્રિન્ટીંગ પ્રેસ નો જે સાથ અને સહકાર સાંપડ્યો તથા એમની કાર્યદક્ષતાના સથવારે જ આ ગ્રંથને આટલું સુંદર બનાવી શક્યા છીએ એ બદલ અમે એમને અભિનંદન આપીએ છીએ.
આ ગ્રન્થની શુદ્ધિ માટે ખાસ લક્ષ આપવામાં આવેલ છે, છતાં કોઈ મહત્ત્વની ભૂલ જણાય તો તે અમને સૂચવવા વિનંતી છે. જેથી ભવિષ્યમાં તે સુધારી શકાય.
ગ્રન્થમાં શાસ્ત્રીય દ્રષ્ટિએ અજાણતાં કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો તે અંગે અમે અંતઃકરણથી ક્ષમા યાચીએ છીએ.
વાચક સજ્જનો, આ ગ્રન્થનો સવિશેષપણે ઉપયોગ કરી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં આગળ વધો એજ અંતરની અભિલાષા.
- શ્રી સુથરી જૈન સંઘના જય જિનેન્દ્ર