________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સિદ્ધચક્રજીનાં સ્તવનો, તેમજ જ્ઞાન પંચમી, પંચતીર્થી, દિવાળી, પર્યુષણ પર્વના તેમજ ઉ. શ્રી યશોવિજયજી કૃત સ્તવન ચોવીશી, શ્રી આનંદધનજી કૃત ચોવીશી, શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીશી, શ્રી ગુણસાગરસૂરિ કૃત ચોવીશી આદિનો વિશિષ્ટ સંગ્રહ આપવામાં આવ્યો છે (પૃષ્ઠ ૮૨ થી ૩૭૦) ૩૧૫ સ્તવનો ૧૦૦ ચોવીશીઓના (૪૧૫).
૪ ચોથા વિભાગમાં- પૂર્વાચાર્યો કૃત પૂર્વ કાળમાં થયેલ અનેક મહાપુરુષો, સતીઓ તેમજ વૈરાગ્ય પોષક વિષયોનો વિશાળ સંગ્રહ આપવામાં આવેલ છે. જે વાચકના વૈરાગ્ય રસને પોષક કરવામાં અત્યંત સહાયક થઈ શકે તેમ છે. પૃષ્ઠ (૩૭૧ થી ૪૪૭), કર્મ પચ્ચીશી, ક્ષમા છત્રીશી, જીવા પાંત્રીશી વિગેરે.
૫ પાંચમા વિભાગમાં- આત્મ આરાધનમાં વિશેષ ઉપયોગી થાય તેવા વિષયો જેવાં કે પુણ્યપ્રકાશનું સ્તવન, પદ્માવતી આરાધના, લઘુઆલોયણા, ચાર શરણા, ગૌતમસ્વામિનો રાસ, નવકાર મંત્રનો છંદ, સોળ સતીનો છંદ, જ્વરનો (તાવનો) છંદ, ત્રેસઠશલાકા પુરૂષનો છંદ, શ્રી મહાવીરસ્વામીનું પારણું અને હાલરડું, શ્રી પાર્શ્વનાથના વિવાહ માંહેલી પોખણાની ઢાળ, ભક્તામર સ્તોત્ર, લઘુ શાંતિ, બૃહદ્ શંતિ, ગૌતમાષ્ટક, મોક્ષ પ્રાપ્તિ માટેનું સ્તોત્ર, નમો જિનાય, માંગલિક શ્લોક, મંગલાષ્ટકમ, શિયલનો મહિમા, શ્રી શત્રુંજય મહાતીર્થના (૯) દુહા અને ૧૦૮ ખમાસમણા, નવપદજીના દુહા, વીશ સ્થાનક તપના દુહા અને ગુણ, આઠ કર્મના નવકાર વાલીના પદો, તેમજ વિવિધ તપના દુહા જેમ કે જ્ઞાનપંચમી, મૌન એકાદશી, પોષ દશમી, મેરૂત્રયોદશી, ચૈત્રીપૂનમ, દીવાળી, વર્ધમાન તપ, અષ્ટાપદજી વિગેરે ત્યાર બાદ પૂજા ભાવનામાં બોલાવાના દુહા, પદો, સ્તવનાદિ, સિદ્ધશિલાના ગુણોનું વર્ણન, અજાહરા પાર્શ્વનાથના સ્તવન આદિ વિષયોથી ભરપુર છે. (પૃષ્ઠ ૪૪૮ થી ૫૫૫)
૬ છઠ્ઠા વિભાગમાં- સાદી અને સરળ ભાષામાં, તપ, જ્ઞાન, આઠ મદ, આઠ સિદ્ધિ, બાર માસનાં લાકોત્તર નામો, બાર રાશી, નવગ્રહો તથા પંદર રાત્રિના નામો, સજ્જનોની સજ્જનતા, દશ ચંદરવાની સમજ, ત્રણ પ્રકારના માણસો, ક્રોધ, જૈન શાસન, દુઃખથી થતા ચાર લાભ, અભવી આત્માને શું ન મળે? છ દ્રવ્ય, પુણ્ય પાપની ચતુર્થંગી, બાર ભાવના, બાર વ્રત, આઠ કર્મ, ચૌદ ગુણસ્થાનક, છ આવશ્યક, દાનાદિ ધર્મનું સ્વરૂપ, પાંચ કારણો, ચાર નિપેક્ષ, ૪૫ આગમો, શ્રાવકની ૧૧ પ્રતિમા,