________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
શાન્તમૂર્તિ, સ્વાધ્યાય પ્રેમી, અપ્રમત સંયમી, પૂ. પાદ, ગુરૂણીજી નરેન્દ્રશ્રીજી મ. સા.
નો સંક્ષિપ્ત પરિચય અનાદી અનંતકાળથી આ પૃથ્વીતલ પર જીવાત્મા જન્મે છે. સાથોસાથ મૃત્યુની ચિઠ્ઠી લખાવીને લાવે છે. મૃત્યુ એ તો જીવનમાં ઝોલા માટે પળનો વિસામો લેવાનું સ્થાન છે. જન્મ પછી મરણ, સંધ્યા પછી પ્રભાત, મિલન પછી વિયોગ સૃષ્ટિના આ દ્વાન્દ્રોમાંથી સૌ કોઈ પસાર થાય છે. પણ જીવનને મંગલમય બનાવી મૃત્યુની પળોને મહોત્સવ બનાવી સમાધી પામનાર કોક વિરલ વિભૂતી હોય છે. તેમાંની એક વિભૂતી એટલે પૂજ્ય ગુરૂણીજી નરેન્દ્રશ્રીજી મ. સા.
વિ. સં. ૧૯૭૬ માં જન્મભુમિ કચ્છ તુંબડીમાં માતા જેઠીબાઈ ત્યા સુશ્રાવક પિતાશ્રી મોરારજીભાઈના ઘરે કુલદીપીકા સુપુત્રી નાનબાઈનો જન્મ થયો. બાલ્યાવસ્થાથી જ ધાર્મિક સંસ્કારોનો શણગાર સજેલા ૫. પૂ. ગુરૂદેવ શ્રી દીપવિજયશ્રી મ. સા. ની વૈરાગ્યસભર જિનવાણીના શ્રવણે કુમારી નાનબાઈ વધારે ધર્માનુરાગી બન્યા. પરમાત્માના સાશનને પામી અનાદીનું ભવભ્રમણ ટાળવા એમનો આત્મા જાગૃત થયો, જાગૃતિ થતાં જ પ્રવૃત્તિ પ્રારંભાઈ અને પછી તો પ્રાપ્તવ્યની પ્રાપ્તી માટે આત્મા ઉલ્લાસિત બન્યો. જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી હૈયું તરબોળ બન્યું અને અંતે એક દિ વૈરાગનો વિરાટ જાગી ચૂક્યો. હૈયાના દિપકમાં વૈરાગની જ્યોત જલી ઉઠી. તેના પ્રકાશમાં મુક્તિમાર્ગ નિહાળીને સંસાર પિંજરમાં પૂરાયેલ પંખી મુક્તવિહારી બનવા અને સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરવા તલપાપડ બની રહ્યું. સોનામાં સુગંધ ભળે તેમ પ. પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞાવર્તિની • પ્રવર્તિની અને ગુલાબના સુવાસ જેવા પ. પૂ. સા. ગુલાબશ્રીજી મ. સા. ના પ્રશિષ્યા, પૂ. સા. શિતલશ્રીજી મ. સા. આદિનો પરિચય થયો. એના ફિલ સ્વરૂપે વિ. સં. ૧૯૯૬ જેઠ સુદ પુનમે માતા-પિતાએ ૨૦ વર્ષની યુવાન નાનબાઈને જિનશાસનના ચરણે અર્પણ કરી. બા. બ્ર. નાનબાઈએ મહાશૃંખલા તોડી, મહાભિનિષ્ક્રમણ કરી તુંબડી ગામે પ.