________________
સ્તવન વિભાગ તે સુખ સમુહ તણો વળીએ, કીજે વર્ગ ઉદાર સા. તેહનો વર્ગ વળી કરો એ, એમ વર્ગ કરો વારંવાર. સાહિબ૦ ૪. અનંત વર્ગ વર્ગે કરીએ, વર્ગિત સુખ સમુદાય. સા. અવ્યાબાધ સુખ આગવે એ, પણ અતિ ઉત્તમ થાય. સાહિબ૦ ૫. પ્લેચ્છ નગર ગુણ કેમ કહેએ, અન્ય બ્લેચ્છપુર તેહ. સા. તિમ ઓપમ વિણ કેમ કહુએ, શીતળ જિન સુખ જેહ. સા૦ ૬. આવશ્ય નિયુકિત એ, ભાખ્યો એ અધિકાર. સા. કરતાં સિદ્ધિ ભણી તિહાંએ, ઉત્તમ અતિ નમસ્કાર. સા૦ ૭. એમ અનોપમ સુખ ભોગવો એ, જિન ઉત્તમ મહારાજ. સા. તે શીતલ સુખ જાચીયે એ, પદ્મવિજય કહે આજ. સા૦ ૮. EE (૧) શ્રી શ્રેયાંસનાથં જિન સ્તવન BE
(રાગ-અજિત જિવંદશું પ્રીતડી) શ્રી શ્રેયાંસ જિનેશ્વરૂ, સેવકની હો કરજો સંભાળ તો, રખે વિસારી મુકતા, હોય મોટા હો જગે દીનદયાલતો. શ્રી. ૧ મુજ સરિખા છે તાહરે, સેવકની હો બહુ ક્રોડા ક્રોડ તો; પણ જે સુનજરે નિરખીયો કિમ દીજે હો પ્રભુ તેહને છોડતો. શ્રી. ૨ મુજને હેજ છે અતિ ઘણું, પ્રભુ તુમ હો જાણું નિરધારતો; તો તું નિપટ નિરાગીયો, હું રાગી હો એ વચન વિચારતો શ્રી. ૩ વળી માનું મન મારૂં હુંતો રાખુ હો તુમને તે માંહિ તો, હું રાગી પ્રભુ તાહરો, એકાંગી હો ગ્રહિયે બાંહિ તો. શ્રી. ૪ નિગુણો નવિ ઉવેખીયે પોતાવટ હો ઈમ ન હોય સ્વામી તો; જ્ઞાનવિમલ પ્રભુ શું કરો, વિણું અંતર હા સેવક એક તાનતો. શ્રી પ ક (૨) શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન HF
(રાગતુમે બહુ મૈત્રી રે સાહિબા) શ્રી શ્રેયાંસ કૃપા કરો, તું જગ બંધવ તાત રે, અલખ નિરંજન તું જયો, તું છે જગમાં વિખ્યાત રે. શ્રી. ૧
૧૫
૧ ૬૫