________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
TM (૭) શ્રી શીતલનાથપ્રભુનું સ્તવન
શીતલ જિનવર સાંભળો રે, ગુણનિધિ ગરીબ નિવાજ; દેખી દરસણ તાહરૂં રે, સફલ થયો દિન આજ. શી૦ ૧. સુરત તાહરી સોહામણી રે, લાલ અમુલક નંગ; જાણીયે કલ્પદ્રુમ સારીખી રે, કીધી પ્રીતી અભંગ. શી૦ ૨. હેજાલે નયને કરી રે, મલજો મુજને સ્વામ; અંતરજામી છો માહરા રે, ભવ દુઃખ ભંજણ ઠામ. શી૰ ૩. સાચો સાજન તું મલ્યો રે, પ્રીતિ કીધી પરમાણ; હિયડે ભીંતર તું વસ્યો રે, ભાવે જાણમ જાણ. શી ૪. ધરણીતલમાં જોવતાં રે, અવર મલ્યા મુજ લાખ; પણ તે હું નહિં આદરૂં, શ્રી પરમેશ્વર સાખ. શી૦ ૫. સીતાને મન રામજી રે; રાધાને મન કાન; ભમરો માલતી ફુલડે રે, તિમ પ્રભુશું મુજ તાન. શી૦ ૬. રોહિણીને મન ચાંદલો રે, જિમ મોરા મન મેહ; ઇંદ્રાણી મને ઇંદલો રે, તિમ પ્રભુશું મુજ નેહ. શી૦ ૭. અમને તમારો છે આશરો રે, નહિ કોઈ બીજા શું વાદ; સાચો સેવક જાણશો રે, તો સવિ પુરશો લાડ. શી૦ ૮. અચલગચ્છ દેહરે રે, મુંદરા નગર મોઝાર; મહિમાવંત મયા કરો રે, ભવ દુઃખ ભંજણહાર. શી૦ ૯. સાનિધ્ય કારી છો સાહિબા રે, પ્રણમ્યાં પાતક જાય; સહજ સુંદર ગુરુ રાયનો રે, નિત્ય લાભ પ્રભુ ગુણ ગાય. શી૦ ૧૦.
(૮) શ્રી શીતલનાથપ્રભુનું સ્તવન
(રાગ-આજ સફલ દિન માહરો)
શીતલ જિનપતિ સેવીયૅ એ, શીતલતા કંદ
સાહિબ શિવ સુખ કરૂં રે. પ્રતિ પ્રદેશે અનંત ગુણ એ, પરગટ પૂરણાનંદ; સાહિબ૦ ૧. એક પ્રદેશે નભ તણે એ, દેવ સમૂહ મુખ વ્યાપી; સા. ત્રણ કાલ ભેલું કરી એ, અસત કલ્પનાયે થાપિ. સાહિબ૦ ૨. ઈમ આકાશપ્રદેશ જે એ, લોકા લોકના તેહ સા. થાપતા સંપૂર્ણ હોઈએ, અનંત ગુણ એમ એહ. સાહિબ૦ ૩.
૧૬૪