________________
સ્તવન વિભાગ
૬ ૫) શ્રી શિતલ જિન સ્તવન (રાગ-અડાણી) (જિન તેરે ચરણકી)
શીતલ જિન મોહે પ્યારા,
સાહિબ શીતળ જિન મોહે પ્યારા. એ ટેકવ ભુવન વિરોચન પંકજ લોચન, જીઊકે જીઊ હમારા. શીતલ૦ ૧ જ્યોતિ મુંજ્યોત મિલત જબ ધ્યાવે, હોવત નહિ તબ ન્યારા; બાંધી મુઠી ખુલે ભવ માયા, મીટે મહાભ્રમ ભારા. શીતલ૦ ૨ તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમ ત્યારે તુમહિ નજીક નજીક હે સબહિ; ઋદ્ધિ અનંત અપારા. શીતલ૦ ૩ વિષય લગન કી અગ્નિ બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; ભઈ મગનતા તુમ ગુણરસકી, કુણ કંચન કુણ હારા. શીતલ૦ ૪ શીતલતા ગુનહેર કરત તુમ, ચંદન કાહી બિચારા; નામહિ તુમ તાપ હરત હૈ, વાકું ઘસત ઘસારા. શીતલ૦ ૫ કરહું કષ્ટજન બહુત હમારે, નામ તિહારો આધારા; જસ કહે જનમ મરણ તબ ભાગો, તુમ નામે ભવ પારા. શીતલ૦ ૬
(૬) શ્રી શીતલનાથપ્રભુનું સ્તવન (રાગ-સિદ્ધારથના નંદન વિનવું)
શીતળ જિનવર સાહેબ વિનવું, વિનતડી અવધાર; ભવ મંડપમાંરે ફરી ફરી નાચતા, કિમઈ ન આવ્યો પાર. શીતલ૦ ૧. લાખ ચોરાશી રે યોનિમાં વળી, લીધા નવ નવ વેષ; ભમતાં ભમતાં રે પુણ્ય પામીઓ, આર્ય માનવ વેષ. શીતલ૦ ૨. તિહાં પણ દુર્લભ જ્ઞાનાદિ સાંભળી, જેથી સીઝે રે કાજ; તે પામીને ધર્મ જે વિકરે, તે માણસને ૨ે લાભ. શીતલ૦ ૩. જ્ઞાન દર્શન ચારિત્ર ભલું, જે એહ પામે રે સાર; તેહ ભવિક જન નિશ્ચય પામશે, વહેલો ભવનો પાર; શીતલ૦ ૪. તુમ્હ સેવાથી રે સાહિબ પામીઓ, અવિચલ પદવી વાસ; ઋદ્ધિ કીર્તિ અનંત થાયે, આપે શિવપુર વાસ શીતલ૦ ૫.
૧૬૩