SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ શ્રી વિધિપક્ષ દેહરે મુંદરા નગર મોઝાર જો, અંગી રે નવરંગી શિખર સુહામણી રે જો; એ તો તેજ દીપે ઝગમગ જ્યોતિ વિશાલ જો, સોહે રે મન મોહે મૂર્તિ રળીયામણી રે જો. ૬ સય સત્તર એકશીયે રૂડો ભાદ્રવ માસ જો, સ્તવન રચ્યું એ પ્રેમે પર્વ પજુસણે રે જો; શ્રી સહજસુંદર શિષ્ય બોલે ઈણીપરે વાણી જો, ભાવે રે નિત્ય લાભ કહે હરષે ઘણે રે જો. ૭ F (૨) શ્રી શીતલજિન સ્તવન (રાગ સ્નેહી સંત એ ગિરિ સેવો) શીતલ જિન સહજાનંદી, થયો મોહની કર્મ નિકંદી; પરજાયી બુદ્ધિ નિવારી પારિણામિક ભાવ સમારી, મનોહર મિત્ર એ પ્રભુ સેવો, દુનિયામાં દેવ ન એવો. મનો) એ આંકણી. ૧ વર કેવલ નાણ વિલાસી અજ્ઞાન તિમિર ભર નાસી, જયો લોકાલોક પ્રકાશી, ગુણપજ્જવ વસ્તુ વિલાસી. મનો૦ ૨ અક્ષય સ્થિતિ અવ્યાબાધ, દાનાદિક લબ્ધિ અગાધ; જેહ શાશ્વત સુખનો સ્વામી, જડબદ્રિય ભોગ વિરામી. મનો૦ ૩ જેહ દેવનો દેવ કહાવે, યોગીશ્વર દેહને ધ્યાવે; જસ આણા સુરતરુ વેલી, મુનિ હૃદય આરામે ફેલી. મનો૦ ૪ જેહની શીતલતા સંગે, સુખ પ્રગટે અંગો અંગે; ક્રોધાદિક તાપ સમાવે, જિન વિજયાનંદ સભાવે. મનોહર મિત્ર એ પ્રભુ સેવા. ૫ E (૩) શીતલનાથ પ્રભુનું સ્તવન , મુજ મનડામાં તું વસ્યો રે, જયું. પુષ્પોમાં વાસ; અલગો ન રહે એક ઘડી રે, સાંભળે શ્વાસોશ્વાસ; ૧ ૬૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy