________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
મુજ ઉપર કરી મહેરબાની, તમે જાણો સેવક પ્રાણી; જો ભેદ રહિત મુજ નિરખો, થાય સેવક સાહિબ સરીખો. ૯ હીરે હીરો વિંધાય, એમ લોક કહેવત કહેવાય; ગુણવંત થઈ ગુણી ધ્યાવે, તો ઋદ્ધિ અનંતી પાવે. ૧૦ તુમ સહજ સ્વભાવ વિલાસી, નિજ શુદ્ધ સ્વરૂપ પ્રકાશી; ધ્યાયક ધ્યેય ધ્યાનમાં ધ્યાવે, તો જિનપદ ઉત્તમ પાવે. ૧૧
૬ (૧) શ્રી શીતલનાથજિન સ્તવન 5 હારે શીતલ જિન શું લાગી પૂરણ પ્રીત જો, સાહિબજીની સેવા ભવદુઃખ ભાંજશેરે જો; જિનપ્રતિમા જિન સરખી દિલમાં જોય જો,
ભકિત કરતાં પ્રભુજી ખૂબ નિવાજશેરે જો. ૧ જેણે જોતાં લાધું રત્નચિંતામણિ હાથ જો, તેને રે મૂકીને કુણ ગ્રહે કાચને રે જો; જેણે મનશું કીધા જુઠાના પચ્ચખાણ જો, તે નર બોલે સો વાતો પણ સાચને જો. ૨ જે પામ્યા પરિગલ પ્રીતે અમૃતપાન જો, ખારૂં જલ તે પીવા કહો કણ મન કરે રે જો; જે ઘરમાં બેઠા પામ્યા લખમી જોર જો, ધનને કાજે દેશ દેશાંતર કુણ ફરે રે જો. ૩ જેણે સેવ્યા પૂરણ ચિત્તે અરિહંત દેવ જો, તેહના રે મન માંહે કિમ બીજા ગમે રે જો; એ તો દોષ રહિત નિકલંકી ગુણ ભંડાર જો, મનડું રે અમારું પ્રભુ સાથે રમે રે જો. ૪ મુને મલિયા પૂરણ ભાગ્યે શીતળનાથ જો, દેખીને હું હરખ્યો તન મન રંજીઆરે જો; એ તો દોલતદાઈ પ્રભુજીના દેદાર જો, મેં તો જોતા પ્રભુને કર્મદલ ગંજીઆરે જો. ૫
(૧૬૦E