________________
સ્તવન વિભાગ
અરિહંતાજી, ગુણ મુક્તા જાકજમાલ ભગ0 ૨. મૈત્રી ભાવ સિંહાસને અરિહંતાજી, તકિયા પરમુખ પક્ષ; ભળ૦ મુદિતા પરમ બિછામણા અરિહંતાજી, ઈત્યાદિ ગુણ લક્ષ. ભગ૦ ૩ ઈંહા આવીને બેસીયે અરિહંતાજી, તુમ ચારિત્રના ગીત; ભગ૦ ગાવે મુજ તનુ કામિનિ અરિહંતાજી, આણી અવિહડ પ્રીત. ભગ૦ ૪. અરજ સુણીને આવિયા, અરિહંતાજી, સાહિબ મન ઘર માંહિ; ભગ0 જ્ઞાન વિમલ પ્રભુતા ઘણી અરિહંતાજી, પ્રગટે અધિક ઉચ્છાંહી. ભગ૦ ૫. E (૭) શ્રી સુવિધિનાથ પ્રભુનું સ્તવન 5.
(રાગ-સુણો શાંતિ નિણંદ સોભાગી) સુણો સુવિધિ નિણંદ સોભાગી, મુજ તુજ ચરણે લય લાગી; હું તો ભવ દવ દાહે દાઝયો, તે તો સુખ સંપૂર્ણ સાધ્યો. ૧ હું તો માયા મચ્છર ભરીયો, તુ તો આર્જવ ગુણનો દરીયો; હું તો ક્રોધ કષાયે બલિયો, તુ તો સમતા રસમાં ભલીયો. ૨ હું તો લોભ માં મૂછણો, તું તો સંતોષ ગુણનો રાણો; હું તો જાતિ મદાદિ કે મારયો, તું તો માર્દવ ગુણમાં રાચ્યો. ૩ હું તો વિષયા સુખનો સંગી, તું તો વિષયાતીત ની સંગી; હું તો ચિહું ગતિ માંહે રૂલીયો, તું તો શિવસુંદરીને મલીયો. ૪ પ્રભુ તું તો અસંગ નિકલેશી, હું તો પરિણામે સંકલેશી; તું તો જ્ઞાનાનંદે પૂરો, હું તો કર્મ બંધન માંહે પૂરો. ૫ તું તો વીતરાગ પ્રસિદ્ધ, હું તો રાગ દ્વેષે વશ કીધ; તું તો કેવલ જ્ઞાની અનુપ, મેં તો આવર્યું આ સ્વરૂપ. ૬ તું તો સત્યવાદીમાં લીહ, હું તો અવગુણ ગ્રાહી અબીહ; તું તો સર્વ વેદી સ્યાદ્વાદી, હું તો મોહી મિથ્યાવાદી. ૭. તું તો દેવનો દેવ દયાલ, હું તો તુજ સેવક એક વાલ; મુજ સરીખા સેવક ઝાઝા, તુજ સરીખા એક જિનરાજી. ૮
૧પ૯
૧ ૫૯