________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
લલચાશો દિન કેટલા રે, એમ દિલાસા મુજને દઈને; હા ના, મુખથી ભાખીયે રે, બેસી શું રહ્યા મૌન લઈને. ૪ હસિત વદને બોલાવીને રે, આજ મુજને રાજી કરોને; વાંછિત દેઈ અમને રે તુમેશું, જગમાં જશ વરોને. ૫ રોગ શોક દુઃખ દોહગ તાપ, સંતાપ ને પાપ હરોને; પંડિત પ્રેમના ભાણને પ્રસન્ન, હોજો હેતે ધરીને. ૬ 5 (૫) શ્રી સુવિધિનાથનું સ્તવન :
(રાગ-થઈ પ્રેમ પાતલીઆ) તુંહી દેવ સાચો મળીયો, મારા આંગણે સુરતરૂ ફળીયો રે; તંહિ૦ સુવિધિ જિનેશ્વર નમત સુરેશ્વર, અલવેસર અવિનાશી; પ્રગટ્યો સદ્દગુણનો રાશી, મારો ધર્મ ચિંતામણી ફળીયો રે. તુહિo ૧. અલખ અગોચર નાથ નિરંજન, સ્વરૂપ રમણ સુવિલાસી; અવિચલ મંદિરના વાસી, તુજ સેવા મુજ મન હળીયો રે. તંહિ૦ ૨. ક્ષપક શ્રેણીથી કર્મને ગાળી, શિવ સુંદરીને નિહાળી; લીધું કેવલ જુગલ વાળી, જગનાથ ક્ષમા શૂર બળીયો રે. તુહિ૦ ૩. ભવોદધિ તારક દુઃખ નિવારક, નિર્ધામક છો દયાલુ થાઓ મુજ ઉપર કરૂણાબુ, તુને તરણ તારણ સાંભળીયો રે તું હિ૦ ૪. ભવ ભય ભંજન મોહ મદ ગંજન, છું શિવ પુર અભિલાષી; જાણી પુદ્ગલ જાળ તમાસી, મારો જન્મ મરણ દુઃખ ટળીયો રે. તુહિo ૫. સૂરિ નીતિના બાળ ઉદયનું, તુમ ચરણ ચિત્ત લાગ્યું, ભવોભવ તુજ દર્શન માગું, આજે ભાગ્ય ઉદય મુજ વળીયો રે. તુહિ૦ ૬.
() શ્રી સુવિધિનાથજી સ્તવન
(રાગ-પાવાગઢથી ઉતય) સુવિધિ નિણંદસોહામણા અરિહંતાજી, સુવિધિતણા ભંડાર રે ગુવવંતાજી; પ્રેમ ધરીયે પ્રાહુણા અરિહંતાજી, મન મંદિરે પાઉધાર. ભગવંતાજી ૧. જ્ઞાન દીપકને ઝળહલે અરિહંતાજી, સમકિત તોરણમાલ રે ભગળ ચારિત્ર ચંદ્રોદય ભલો
૧૫૮